મનોરંજન

કરિશ્મા કપૂર અને કરીના કપૂરને લંડનમાં મળ્યા કરણ જોહર, શેર કરી તસ્વીરો

કરીના કપૂર હાલમાં પોતાના પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમૂર સાથે લંડનમાં સમય વિતાવી રહી છે. લંડનમાં કરીના કપૂર ફિલ્મ ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’નું શૂટિંગ કરી રહી છે અને સૈફ ‘જવાની જાનેમન’નું શૂટિંગ કરી રહયા છે. દરમ્યાન કરીના કપૂરે ટેલિવિઝન જગતમાં પણ ડેબ્યુ કર્યું છે. તે ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન 7માં જજની ભૂમિકામાં દેખાઈ રહી છે. જેથી શૂટિંગ માટે તે મુંબઈ આવી હતી અને એ ખતમ થતા જ તે ફરીથી લંડન પહોંચી ગઈ હતી.

 

View this post on Instagram

 

When KJo joined the Kapoor sisters #kareenakapoorkhan #kareenakapoor #karishmakapoor #karanjohar

A post shared by (@thekareenaakapoorkhan) on

લંડનમાં તે પોતાની બહેન કરિશ્મા સાથે સમય વિતાવી રહી હતી એ સમયની ઘણી તસવીરો સામે આવી ચુકી છે. ત્યારે હવે ડિરેક્ટર કરણ જોહરની પણ આ બંને બહેનો સાથેની તસ્વીર સામે આવી ચુકી છે. કરણ જોહર શનિવારે લંડનમાં કરિશ્મા અને કરીનાને મળ્યો હતો. કરણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ સમયની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં કરીના, કરિશ્મા અને કરણ ત્રણેય બ્લેક ટોપમાં જોવા મળ્યા. સનગ્લાસિસ લગાવીને આ ત્રણેય બિંદાસ અંદાજમાં પોઝ આપ્યો હતો. કરીના-કરિશ્માની એક બીજી તસ્વીર શેર કરીને કરણ જોહરે લખ્યું – ‘Sister Act!’

 

View this post on Instagram

 

Sister Act! ❤️@therealkarismakapoor #bebo

A post shared by Karan Johar (@karanjohar) on

જણાવી દઈએ કે કરિશ્મા કપૂર પણ પોતાના બાળકો સાથે લંડનમાં હોલીડે પર પહોંચી છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વેકેશનની તસવીરો શેર કરતી રહે છે. કરણ જોહરની વાત કરીએ તો હાલમાં જ તેમને ફિલ્મ દોસ્તાના 2ની જાહેરાત કરી છે. જેમાં તેને કાર્તિક આર્યન અને જાહન્વી કપૂરને કાસ્ટ કર્યા છે અને ત્રીજા એક્ટરના નામની હજુ જાહેરાત નથી થઇ. આ સિવાય કરણ જોહર પોતાની બીજી ફિલ્મ તખ્તમાં પણ વ્યસ્ત છે.

 

View this post on Instagram

 

Lazy saturday… ☕️ #holidays

A post shared by KK (@therealkarismakapoor) on

કરિશ્મા કપૂર પણ જલ્દી જ એકતા કપૂરની વેબ સિરીઝ મેન્ટલહૂડથી ડિજિટલ ડેબ્યુ કરવાની છે. આ સિરીઝમાં તેની સાથે ડિનો મારિયો પણ જોવા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks