મનોરંજન

બૉલીવુડ પાર્ટીમાં કોરોના ફેલાતા કરણ જોહર આવ્યો મેદાનમાં, ટ્રોલર્સને મારી જોરદાર લપડાક – જાણો

ફિલ્મ મેકર કરણ જોહરની પાર્ટીઓ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે ફરી એકવાર કરણ જોહરની પાર્ટી ચર્ચામાં આવી છે. તેમની પાર્ટીમાંથી ફેલાયેલો કોરોના ઘણા લોકો માટે મુસીબત બની ગયો છે. કારણ કે કરણ જોહરના ઘરે આ પાર્ટી થઇ હતી અને ત્યાં સેલેબ્સનો જમાવડો પણ થયો અને ચાર લોકો કોરોના સંક્રમિત થયા હતા. હવે પોતાના ઉપર લાગેલા આરોપો ઉપર કરણ જોહરે સફાઈ આપી છે.

પોતાની ઇન્સ્ટા પોસ્ટમાં કરણ જોહરે સફાઈ આપતા લખ્યું છે કે, “હું, મારો પરિવાર અને ઘરમાં રહેલા બધા જ લોકોનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો. ભગવાનની કૃપાથી અમે બધા નેગેટિવ આવ્યા. મેં તો બે વાર મારો કોરોના ટેસ્ટ કરાવ્યો સુરક્ષાના કારણે. પરંતુ હું બંને વાર નેગેટિવ આવ્યો. હું શહેરને સુરક્ષિત રાખવાના પ્રયત્નની પ્રસંશા કરું છું. તેમને મારી સલામ.”

જેના બાદ કરણ જોહરે પોતાની નારાજગી વ્યક્ત કરતા લખ્યું છે કે, “હું મીડિયાના કેટલાક મેમ્બર્સને સ્પષ્ટ કહેવા માંગુ છું કે 8 લોકોની ઇન્ટિમેટ ગેદરિંગને પાર્ટી ના કહેવાય. મારુ ઘર જ્યાં કોરોનાના બધા જ પ્રોટોકોલને ફોલો કરવામાં આવે છે, તે નિશ્ચિત રીતે કોરોનાનું હોટસ્પોટ ના હોઈ શકે.”

કરણ જોહરે આગળ લખ્યું છે કે, “અમે બધા જ જવાબદાર લોકો છીએ. દર વખતે માસ્ક પહેરીએ છીએ. કોઈએ પણ આ રોગચાળાને હલકામાં નથી લીધો. મીડિયાના કેટલાક મેમ્બર્સને મારી અપીલ છે કે તે તેમના રિપોર્ટિંગ ઉપર થોડો સંયમ રાખે. સત્યતા વગર રિપોર્ટ ના વેચે.”

તમને જણાવી દઈએ કે કરણ જોહરના ઘર ઉપર હાલમાં જ કભી ખુશી કભી ગમના 20 વર્ષ પૂર્ણ થવા ઉપર ગેદરિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં કરીના કપૂર, અમૃતા અરોરા, સીમા ખાન સમેત અન્ય સેલેબ્સ હાજર હતા. ખબર એવી પણ આવી રહી છે કે આ પાર્ટીમાંથી જ સેલેબ્સમાં કોરોના ફેલાયો છે.

સૌથી પહેલા સીમા ખાનને કોરોના સંક્ર્મણ થયું હતું. તેના બાદ કરીના કપૂર, અમૃતા અરોરામ મહીપ કપૂર વાયરસની ચપેટમાં આવી ગયા. બધા જ સેલેબ્સ હોમ ક્વોરેન્ટાઇન છે. બીએમસી દ્વારા આ બધાની મેડિકલ કન્ડિશન ઉપર નજર રાખવામાં આવી રહી છે. મંગળવારના રોજ કરીના, અમૃતા અને કરણ જોહરના ઘરને સૅનેટાઇઝ કરવામાં આવ્યું હતું.