ખબર ફિલ્મી દુનિયા

કારણ જોહરની પાર્ટીમાં ખુલ્લેઆમ સેલિબ્રિટીઓ ડ્રગસની મજા લેતા હતા? જાણો સત્ય

ફિલ્મ મેકર કરણ જોહરના ઘર પર 2019માં એક પાર્ટી થઇ હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. આ પાર્ટીમાં ઘણા બૉલીવુડ સિતારાઓ શામેલ હતા. આ પાર્ટીનો વિડીયો સામે આવ્યા આ પાર્ટી લગાતાર સવાલમાં ઘેરાયેલી હતી.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar) on

કરણ જોહરની આ પાર્ટીમાં બૉલીવુડ સિતારાઓ ઉપર ડ્રગ્સ સેવન કરવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. પરંતુ કરણ જોહરે હંમેશા આ આરોપને પાયાવિહોણો ગણાવ્યો હતો. આ બાદ એનસીબી દ્વારા કરણ જોહરની પાર્ટીના આ વીડિયોની ફોરેન્સિક તપાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ વીડિયોથી હવે ખબર પડી છે કે, એજન્સી દ્વારા તેની પાર્ટીમાં કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થ ના હોવાની પૃષ્ટિ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar) on

એનડીટીવીના એક રિપોર્ટ અનુસાર, ગુજરાતના ગાંધીનગર એફએસએલ રિપોર્ટના વાયરલ વીડિયોમાં એનસીબીએ સફેદ રંગની ઇમેજિનને માત્ર ઈમેજનું રિફ્લેક્શન એટલે કે લાઈટની ચમક બતાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વીડિયોમાં એનસીબીને કોઈ શંકાસ્પદ પદાર્થ જોયો નથી કે મળ્યો નથી. વિડિયોમાં કોઈ પદાર્થ અથવા દવાઓ જેવી બીજી સામગ્રી બતાવવામાં આવી નથી. નોંધપાત્ર વાત એ છે કે નેતા મંજિંદરસિંહ સિરસાની ફરિયાદ બાદ એનસીબીએ કરણ જોહરની પાર્ટીના વીડિયોની ફોરેન્સિક તપાસ હાથ ધરી હતી.

આ પહેલા કરણ જોહરે સોશિયલ મીડિયા પર નિવેદન બહાર પાડીને આ પાર્ટી વિશે સ્પષ્ટતા આપી હતી. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ‘મીડિયામાં આવી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે કે પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરવામાં આવતું હતું. 2019 માં જ મેં આવા તમામ આરોપોને નકારી દીધા છે. હાલમાં જે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ આક્ષેપો સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. તે પાર્ટીમાં કોઈ ડ્રગનું સેવન કરવામાં આવતું ન હતું. હું એ વિષે જણાવવા માંગુ છું કે હું એ માદક પદાર્થનું સમર્થન કરતો નથી કે ના તો હું તેનો પ્રચાર કરું છું.