ફિલ્મી દુનિયા

બોલીવુડની આ હસ્તીએ જુડવા બાળકોનો જન્મદિવસ ઉજવ્યો, જુઓ પાર્ટીની અંદરનો ભવ્ય માહોલ

બોલિવૂડમાં મોટી અને ભવ્ય પાર્ટીઓ આપવા માટે કરણ જોહર પ્રસિદ્ધ છે. તેમની પાર્ટીઓ હંમેશાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં મનોરંજનની ગેરેન્ટી આપે છે અને તમામ મોટા સ્ટાર્સ પણ તે પાર્ટીઓમાં હાજરી આપે છે. ત્યારે ફરી એકવાર કરણ જોહરે એક સરસ પાર્ટીનું આયોજન કર્યું જેમાં ફરક માત્ર એટલો જ તો કે આ પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સની સાથે તેમના બાળકો પણ હાજર રહયા હતા.

Image Source

વાત એમ છે કે કરણ જોહરના જુડવા બાળકોનો જન્મદિવસ 7 ફેબ્રુઆરીએ છે. તે પહેલા પ્રિ-બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. કરણ જોહરે આ પ્રસંગે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. કરણ જોહરના જુડવા બાળકો રૂહી અને યશ ત્રણ વર્ષના થઇ ચુક્યા છે. 5 ફેબ્રુઆરીએ કરણ જોહરે મુંબઈની એક હોટલમાં પાર્ટી હોસ્ટ કરી હતી.

Image Source

કરણ જોહરની આ પાર્ટીમાં સેલિબ્રિટીઝનો મેળાવડો જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં સેલેબ્સની સાથે તેમના બાળકો પણ આવ્યા હતા. આ પાર્ટીમાં દીકરા તૈમૂર અલી ખાન સાથે કરીના કપૂર પહોંચી તો તૈમૂર અને તેની કઝીન ઇનાયા ખેમુ સાથે મળીને ખૂબ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan Fanpage ✨ (@kareena.arabfc) on

યશ અને રૂહીના જન્મદિવસની આ પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યશ, રૂહી, તૈમૂર અને ઇનાયા મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. પાર્ટીમાં યશે રેડ કલરની હૂડી પહેરી છે, તો બીજી બાજુ રૂહી પિંક જેકેટમાં ખૂબ સુંદર દેખાઈ રહી છે. ચોંટે નવાબ એટલે કે તૈમૂર પણ ખૂબ સુંદર દેખાઈ રહ્યો છે. તેણે બ્લુ ટી-શર્ટ સાથે જેકેટ પહેર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

કરણ જોહર તેની માતા હીરૂ જોહર અને અભિનેત્રી કાજોલ સાથે પોઝ આપતા જોવા મળ્યા. કરણ જોહરે આ પાર્ટીમાં લૂઝ શર્ટ સાથે કેઝ્યુઅલ જીન્સ પહેર્યું હતું. સાથે જ તેમને ગુલાબી રંગના જૂતા પણ પહેર્યા હતા. કરણ જોહરની માતાએ ટ્રેડિશનલ પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો.

Image Source

કરીના કપૂર, ટ્વિંકલ ખન્ના અને રાની મુખર્જી સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. કરીનાએ બ્લેક ટોપ સાથે જીન્સ પહેર્યું હતું, તો ટ્વિંકલ અને રાની પણ વેસ્ટર્સ ડ્રેસમાં જોવા મળી હતી.

Image Source

જણાવી દઈએ કે વર્ષ 2017માં કરણ જોહરના બંને બાળકોનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. 7 ફેબ્રુઆરીએ યશ અને રૂહી તેનો ત્રીજો જન્મદિવસ ઉજવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.