દીકરાના કરણની સંગીત સંધ્યામાં ખુબ જ નાચ્યા પપ્પા સની દેઓલ, દાદા ધર્મેદ્રએ પણ યમલા પગલા દીવાનાના ગીત પર લગાવ્યા ઠુમકા, જુઓ વીડિયો

પપ્પા સની દેઓલ જ નહિ દાદા ધર્મેદ્ર પણ પૌત્રની સંગીત સેરેમનીમાં ખુબ જ નાચ્યા, વીડિયોએ જીત્યા ચાહકોના દિલ, આ તારીખે ચઢશે ઘોડીએ !

Karan Deol-Drisha Acharya Sangeet Ceremony : બોલીવુડના સેલેબ્રિટીઓના ઘરમાં જયારે કોઈ વાતને લઈને ખુશીઓ આવે છે ત્યારે તેમની ખુશીમાં ચાહકો પણ સામેલ થતા હોય છે અને તેમના દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો અને તસ્વીરોને પણ ખુબ જ પસંદ કરતા હોય છે અને પોતાનો પ્રેમ પણ વરસાવતા હોય છે. હાલ બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના પરિવારમાં ખુશીઓનો માહોલ છે.

સની દેઓલનો દીકરો અને અભિનેતા કરણ દેઓલ 18 જૂને દ્રિષા આચાર્ય સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. હાલમાં, તેના પ્રી-વેડિંગ ફંક્શન્સ ચાલી રહ્યા છે અને તે દરમિયાન, તેની સંગીત સેરેમનીના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. આ વીડિયોમાં જ્યાં સની દેઓલ દીકરા કરણના સંગીતમાં જોરદાર ડાન્સ કરતો જોવા મળે છે, તો ધર્મેન્દ્ર પણ તેના પૌત્રના સંગીત પ્રોગ્રામમાં ડાન્સ કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કરણ દેઓલ અને તેની મંગેતર દ્રિષા આચાર્યના સંગીત સમારોહમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. પરંતુ ચાહકો સુપરસ્ટાર ધર્મેન્દ્રની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કરણ દેઓલ અને તેનો ભાઈ રાજવીર દેઓલ સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો જોઈને ફેન્સ વખાણ કર્યા વગર રહી શક્યા નથી અને સુપરસ્ટારને ક્યૂટ કહેતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પેપરાજી એ શેર કરેલા વીડિયોમાં ધર્મેન્દ્ર સૂટ બૂટમાં જોઈ શકાય છે. જ્યારે કરણ દેઓલ અને રાજવીર દેઓલ બ્લેક શેરવાનીમાં જોવા મળી રહ્યા છે. ત્રણેય ઓ મેનુ પ્યાર કર દી પર ડાન્સ કરતા જોવા મળે છે. તે જ સમયે, કેટલીક એવી ક્ષણો છે, જેને જોઈને ચાહકો પણ દાદા પૌત્રની જોડીને જોઈને ક્યૂટનું ટેગ આપતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ત્યારે આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે અને લોકો પણ તેમની જોડીને ખુબ જ પસંદ કરી રહ્યા છે.  વાયરલ થઈ રહેલા આ વીડિયો પર ફેન્સ કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ધરમ જી સૌથી હેન્ડસમ એક્ટર. અન્ય એક યુઝરે લખ્યું, બોલિવૂડ લેજન્ડનો ક્યૂટ ડાન્સ.

Niraj Patel