જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

1 રૂપિયાની આ વસ્તુમાં 1 લાખની સુખ શાંતિ મળશે, પુણ્ય અને એવો લાભ થશે કે જાણીને વિશ્વાસ નહિ આવે- વાંચો માહિતી

આપણે સામાન્ય રીતે પૂજા-પાઠની સામગ્રી તરીકે કપૂરનો ઉપયોગ કરતા હોય છે. કપૂર એક પવિત્ર વસ્તુ છે. કોઈ પણ દેવી-દેવતાની પૂજામાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે, કપૂરના ઉપયોગ વગર કોઈ ધાર્મિક કાર્ય સફળ થતું નથી.

Image Source

ઘણા લોકો દરોજ સવારે-સાંજે પૂજા કરતી વખતે કપૂરનો ઉપયોગ કરે છે. કપૂર ધાર્મિક ગુણોની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. કપૂરના ઉપયોગ અને જાણકારી વિષે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કપૂરનો ઉપયોગ કરવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે.

શું છે કપૂર ?
કપૂર એક ઉડનશીલ વનસ્પતિ દ્રવ્ય છે. કપૂરનો ઉપયોગ આરતી કરતા સમયે કરવામાં આવે છે. સવાર-સાંજ આરતી કરતી સમયે કપૂરનો ઉપયોગ કરવાથી નકારાત્મક વિચાર આવતા નથી.કપૂરની સુગંધ સારી હોય વાતાવરણમાં અનુકૂળ આવી જાય છે. કપૂરની સુગંધથી મનને માનસિક શાંતિ મળે છે.

કપૂરનો ઉપયોગ

કપૂરનો પૂજામાં ઉપયોગ લેવાની પરંપરા વર્ષો જૂની છે. પૌરાણિક માન્યતા અનુસાર, દેવી-દેવતાને કપૂરની આરતી કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. આરતીના સમયે ઘરમાં કપૂરનો ઉપયોગ કરવાની અનેક ફાયદા થાય છે. તેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ દુર્ઘટનાથી બચવા માટે હનુમાન ચાલીસા વાંચી કર્પરનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.

શાંતિ જળવાય છે.પૌરાણિક માન્યતા અનુસાર, રાતે સુતા પહેલા પિત્તળના વાસણમાં ગાયના શુદ્ધ ઘીમાં કપૂરને બોળીને પેટાવવાથી ઘરના બધા દોષો દૂર થાય છે. કોઈ પણ પ્રકારનું સંકટ આવતું નથી. હંમેશા ઘરમાં સુખ-શાંતિ રહે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, કપૂર આસપાસના કરી નાખે છે. વાતાવરણને શુદ્ધ બનાવે છે.

પિતૃદોષ દુર થાય છે.

આપણે વારંવાર સાંભળતા હોય છે કે, ઘણા લોકોને પિતૃદોષની તકલીફ હોય છે. આ બધી તકલીફો રાહુ-કેતુના કારણે થતી હોય છે. આ પરિસ્થતિમાં કપૂરનો ઉપયોગ લાભદાયીક હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. કપૂરનો ઉપયોગ કરવાથી પિતૃદોષ અને દેવદોષ દૂર થાય છે. દિવસમાં 3 વાર કપૂરનો ઉપયોગ કરવાથી મુશ્કેલીમાંથી છુટકારો થાય છે. કપૂરને ઘીમાં બોળીને સકારાત્મક વિચાર આવે છે.

સુખી દાંમ્પત્યજીવન 

જયારે કોઈ પતિ-પત્નીને નાની વાતમાં મતભેદ થતા હોય અને નાની વાતમાં ઝઘડા થતા હોય તો તેને કપૂરનો ઉપયોગ કરવો જોઈએ. પત્નીએ તેના પતિના તકિયાની નીચે રાતે કપૂર રાખી દઈ સવારે પેટાવવાથી બન્ને વચ્ચેના મતભેદ દૂર થાય છે. બન્ને વચ્ચે પ્રેમમાં વધારો થાય છે.

Image Source

દુર્ઘટના કે આફતથી બચવા માટે કપૂરનો ઉપયોગ

મોટાભાગે દુર્ઘટનાનું કારણ રાહુ,કેતુ અને શનિ હોય છે. દુર્ઘટનામાંથી છુટકારો મેળવવા માટે હનુમાન ચાલીસા વાંચી કપૂરને પ્રગટાવી દેવું. દરરોજ જે ઘરમાં કપૂરનો ઉપયોગ થતો હોય તે ઘરમાં સંકટ કે દુર્ઘટનાનો ઓછી ઘટતી હોય છે.

નકારાત્મક વિચારથી મુક્તિ મેળવવા માટે રીવાવરે અગાસી પર ગોળ રાખી ઘીથી કપૂરને પ્રગટાવવાથી નકારાત્મક વિચાર દુર થાય છે.ઘરના બાથરૂમમાં 2-2 કપૂરના ટુકડા રાખવાથી ખરાબ વૃત્તિ દૂર થાય છે. ઘરમાં જયારે વાસ્તુ થતું હોય ત્યાં 2-2 ટુકડા રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે.

વૈજ્ઞાનિકોએ પણ કપૂરની શોધ કરતા જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની બીમારી ફેલાવતા કીટાણુને નષ્ટ કરે છે. બીમારીથી બચાવ આપે છે. તે વાતાવરણને શુદ્ધ રાખે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે હવન કે પુજા વખતે તેનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં રહેલા કીટાણુને નષ્ટ કરે છે.