ગણેશ ચતુર્થી ઉત્સવ 2 સપ્ટેમ્બરીથી શરૂ થશે. બૉલીવુડમાં ઘણા સેલેબ્સ તેના ઘર પર ગણેશ મહોત્સવનું આયોજન કરતા હોય છે. પરંતુ બધાની નજર કપૂર પરિવારના ગણેશોત્સવ પર હોય છે. છેલ્લા 70 વર્ષથી કપૂર ખાનદાનમાં ગણેશોત્સવની પરંપરા ચાલી આવે છે. પરંતુ આ વખતે ફેન્સ માટે ખરાબ ખબર આવી છે.

આ વર્ષ કપૂર ખાનદાનમાં ગણેશોતસવ નહીં થાય. કપૂર ખાનદાન બહુજ ધામ-ધૂમપૂર્વક ગણેશ ઉત્સવની ઉજવણી કરતું હતું. કપૂર ખાનદાન દ્વારા છેલ્લા 70 વર્ષથી આર કે સ્ટુડિયોમાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ આર કે સ્ટુડિયો વેંચાઈ ગયા બાદ હવે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં નહીં આવે.
આર કે સ્ટુડિયોમાં આગ લાગ્યા બાદ તેમાં ભારે નુકશાન થતા આ સ્ટુડિયોને વેચી નાખવામાં આવ્યો હતો.રણધીર કપૂરે ગણેશ ઉત્સવને લઈને કહ્યું હતું કે, મારા પિતાજી રાજ કપૂરે રાર કે સ્ટુડિયોમાં ગણપતિ ઉત્સવ મનાવવાની શરૂઆત કરી હતી. પરંતુ હવે કોઈ આટલી મોટી પ્રોપટી નથી કે તેના પર ગણેશ ઉત્સવનું આયોજન થઇ શકે.

ગણેશ ચતુર્થીની ઉજવણીને લઈને કહ્યું હતું કે, ગયા વર્ષની ગણેશ ઉત્સવઅમારી માટે છેલ્લો ગણેશ ઉત્સવ હતો. હવે ક્યાં કરીશું… ? પપ્પાએ 70 વર્ષ પહેલાથી આ પરંપરા શરૂ કરી હતી. તે ગણેશજી બહુજ પ્રેમ કરતા હતા. પરંતુ હવે અમારી પાસે એટલી જગ્યા નથી તો આર કે સ્ટુડિયો જેવું સેલિબ્રેશન ક્યાં કરીએ ? અમે પણ બાપ્પાને બહુજ પ્રેમ કરીએ છીએ. અમારી શ્રદ્ધામાં પણ છે. પરંતુ મને લાગે છે કે હવે અમે આ પરંપરાને આગળ નહિ વધારી શકીએ.

જણાવી દઈએ કે આર કે સ્ટુડિયોમાં ગણેશ ચતુર્થી અને હોળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હતી.આ ઉજવણી આખા દેશમાં પ્રસિદ્ધ હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks