બૉલીવૂડના દિગ્ગજ અભિનેતા રિશી કપૂર લાંબા સમયથી પોતાની કેન્સરની બીમારીની સારવાર ન્યુયોર્કમાં કરાવી રહયા છે. ત્યારે ઘણા સેલેબ્સ તેમને મળવા માટે ન્યુયોર્ક આવતા હોય છે. ત્યારે બોલીવૂડનું હાલમાં ખૂબ જ ચર્ચિત કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ હાલમાં જ ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાંથી બ્રેક લઈને ન્યુયોર્ક પહોંચ્યા છે. અહીં બંને રણબીરના પિતા રિશી કપૂર અને માતા નીતુ કપૂરને પણ મળ્યા. આ સિવાય બોલીવૂડના અભિનેતા-અભિનેત્રી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ દીકરી આરાધ્યા સાથે રિશી કપૂરને મળવા પહોંચ્યા હતા.

આ સમયની કપૂર અને બચ્ચન પરિવારની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં રિશી કપૂર પોતાના આખા પરિવાર સાથે દેખાઈ રહયા છે. જેમાં તેમની સાથે આલિયા ભટ્ટ પણ છે. આ તસ્વીરોમાં રિશી કપૂર, નીતુ, રણબીર, બહેન રિદ્ધિમા, આલિયા ભટ્ટ, ઐશ્વર્યા, અભિષેક, સાથે આરાધ્યા અને કપૂર પરિવારના બીજા સભ્યો પણ જોવા મળી રહયા છે. આ તસવીરો નીતુએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે અને લોકો આ તસવીરો પર જોરદાર પ્રતિક્રિયાઓ આપી રહયા છે.
View this post on Instagram
Your family is your whole world ❤️ so so many LOVES in these beautiful moments 🙏🤗🥰
એક તસ્વીરમાં રિશીએ આરાધ્યાને ખોળામાં બેસાડી છે, તો બીજી તસ્વીરમાં આખો કપૂર પરિવાર સાથે જોવા મળ્યો, જેમાં રિશી કપૂર, રિદ્ધિમા, રણબીર, નીતુ કપૂર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યા. આ તસ્વીરમાં આલિયા રણબીર કપૂરની મા નીતુના ખભા પર માથું ટેકવીને જોવા મળી. આ તસ્વીરોમાં દરેક વ્યક્તિ ખુશ દેખાઈ રહી છે. આ તસવીરો શેર કરતા નીતુએ લખ્યું કે તમારો આખો પરિવાર જ તમારી આખી દુનિયા છે. આ તસવીરો પર આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને પણ કોમેન્ટ કરીને લખ્યું કે બધા જ ખૂબ જ સારા અને ખુશ લાગી રહયા છે.
જાણકારી અનુસાર, રિશી કપૂર આ વર્ષે સપ્તેમ્બેર મહિનામાં તેમના જન્મદિવસ પર ભારત પરત આવશે. રિશી કપૂરે કહ્યું, ‘હા હું ઓગસ્ટ સુધીમાં આવવાની કોશિશ કરી રહ્યો છું. આ એ વાત પર પણ આધાર રાખે છે કે ડોકટરો શું કહે છે. હું રિકવર કરી ચુક્યો છું.’ રિશી કપૂર ન્યુયોર્કથી પરત ફરીને જુહી ચાવલા સાથે એક ફિલ્મ પર કામ શરુ કરશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks