જુઓ ક્યૂટ તસ્વીરો
લોકડાઉનમાં ઘણું બધું બદલાઈ ગયું, ટીવીના શોથી લઈને ફિલ્મોનું શૂટિંગ પણ અટકી ગયું. પરંતુ આ સમયે મોટાભાગના સેલેબ્રિટીઓ ઘરમાં રહીને ચાહકો સાથે ઓનલાઇન જોડાવવા લાગ્યા. આ બધા વચ્ચે જ પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા પણ પોતાની દીકરી સાથે નજર આવ્યો. તેને પોતાની દીકરી અનાયરા સાથે જોવા મળ્યો. તેને પોતાની દીકરી સાથેની તસવીરો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી. કપિલની દીકરી હૂબહૂ તેની મમ્મી ગિન્ની જેવી જ દેખાય છે.

કપિલે પોતાની દીકરી અનાયરા સાથે ફોટો શેર કરતા લખ્યું છે કે: “મારા હાથે અત્યાર સુધી ઘણી જ સુંદર વસ્તુઓને પકડી છે. સાચવી છે. પરંતુ એ બધામાં સૌથી બેસ્ટ તું છે. ભગવાન આ સુંદર ગિફ્ટ માટે આભાર. ” તસવીરમાં જોઈ શકાય છે કે અનાયરા સેલ્ફી ક્લિક કરવા સમયે ખુબ જ ક્યૂટ દેખાઈ રહી છે.

અનાયરા અને કપિલની આ સેલ્ફી સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. અને ચાહકો અનાયરાના ક્યુટનેસના વખાણ પણ કરી રહ્યા છે.

કપિલ દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો શેર કર્યા બાદ તેમાં 20 લાખથી પણ વધારે લાઈક અને હજારો કોમેન્ટ આવી ગઈ છે.

કપિલના ખોળાની અંદર અનાયર ખુબ જ ક્યૂટ દેખાઈ રહી છે અને તેને ગુલાબી રંગનો ડ્રેસ અને પીળા રંગની કેપ પહેરી છે.

થોડા સમય પહેલા જ કપિલે એક ઇન્ટરવ્યૂની અંદર કહ્યું હતું કે લોકડાઉનમાં તેને અનાયરાનો કેવી રીતે ખ્યાલ રાખ્યો છે.

કપિલે કહ્યું હતું કે: “10 ડિસેમ્બરથી જ લોકડાઉન ઉપર છું. તે દિવસે અનાયરાનો જન્મ થયો અને ત્યારથી જ ઘર ઉપર છું. પહેલા ગિન્નીને જોઈને જ હસતી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તેને મને ઓળખવાનું શરૂ કરી દીધું છે અને મને જોઈને હસે છે. એ અનુભવને વ્યક્ત જ નથી કરી શકાય એમ.

તમને જણાવી દઈએ કે કપિલ શર્માએ 12 ડિસેમ્બર. 2018ના રોજ જાલંધરમાં પોતાની પ્રેમિકા ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા.

કામ વિષે વાત કરીએ તો હાલમાં કપિલ શર્મા શોની શૂટિંગ લોકડાઉન બાદ ફરીવાર શરૂ થઇ ગયું છે અને આ શોના પહેલા જ ભાગમાં સોનુ સુદ મુખ્ય અતિથિ તરીકે પણ જોડાયા હતા. આ શોમાં હવે ઓડિયન્સની જગ્યાએ તેમના પૂતળા મુકવામાં આવ્યા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.