કોમેડિયન કિંગ કપિલ શર્મા બીજીવાર પિતા બની ગયા છે. તેમની પત્નિ ગિન્ની ચતરથે સોમવારે દીકરાને જન્મ આપ્યો છે. કપિલ શર્માએ આ ખુશીને ટ્વીટર પર શેર કરી હતી. જો કે, દીકરો થયા બાદ તેની પત્નિ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફોટોમાં ગિન્ની સાથે અનાયરા પણ જોવા મળી રહી છે અને બંનેએ ડ્રેસ કોડ મેચિંગ પણ કરેલો જોવા મળી રહ્યો છે. ગિન્નીએ માથા પર ક્રાઉન પહેરેલો છે અને હાથમાં એક બેબી જેવો બલૂન પણ છે.
Image sourceતમને જણાવી દઇએ કે, કપિલને દીકરી થયાના વર્ષ બાદ તેઓ બીજીવાર પિતા બન્યા છે અને આ જ કારણથી તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થયા હતા.કપિલની ફ્રેન્ડ અને કોમેડી ક્વીન ભારતી સિંહે આ કપલને તેમના બીજા બાળકની શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતીએ ઇન્સ્ટાગ્રામ પર કપિલની પત્નિ ગિન્ની અને અનાયરાની તસવીર શેર કરી હતી અને તેમને શુભકામનાઓ પાઠવી હતી.
View this post on Instagram
ભારતીએ લખ્યુ હતુ કે, દીકરો થયો છે, 1 ફેબ્રુઆરી મને હંમેશા માટે યાદ રહેશે. મારી ખુશિઓનો જથ્થો, જુનિયર કપિલ, તુ મારા માટે ઘણી ખુશીઓ લઇને આવ્યો છે, જેના માટે મારી પાસે કોઇ શબ્દ નથી. મારા ભાઇનો પરિવાર આજે પૂરો થઇ ગયો.
તમને જણાવી દઇએ કે, કપિલ અને ગિન્નીએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. ગિન્નીએ 10 ડિસેમ્બર 2019ના રોજ દીકરી અનાયરાને જન્મ આપ્યો હતો.