મનોરંજન

કપિલ શર્માને આ ટીવી હિરોઈને લીધો આડે હાથ, કહ્યું ‘પ્રોફિટમાંથી 10% ભાગ આપ નહીં તો…’

કોમેડી કિંગ કપિલ શર્મા તેના મજેદાર અંદાજને કારણે લોકોને હસાવતો રહે છે. હાલમાં કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’માં એક એક્ટ્રસે કપિલ શર્માની બોલતી બંધ કરી દેતા બધા લોકો ચોંકી ગયા હતા.

કપિલ શર્માને મશહૂર એક્ટર્સે ખુલ્લેઆમ ધમકી આપતા કપિલ શર્મા ચર્ચામાં આવી ગયો હતો. હાલમાં જ કપિલ શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ‘ધ કપિલ શર્મા શો’નો વિડીયો શેર કર્યો હતો. આ વીડિયોમાં ફિલ્મ ‘હાઉસફુલ-4’ની સ્ટારકાસ્ટ સાથે મસ્તી કરતો નજરે ચડે છે. કપિલ શર્માના આ વીડિયોમાં એક્ટ્રેસ કવિતા કૌશલ તેને બ્લેકમેલ કરવાની કોશિશ કરતા શોમાં હાજર રહેતા લોકો ચોંકી ગયા હતા.

એફઆઈઆર(FIR)ફેમ એક્ટ્રેસ કવિતા કૌશિકે મજાકિયા અંદાજમાં કપિલ શર્માને ધમકી આપતા કહ્યું હતું કે, ‘સાંભળ મારી પાસે તારો જે વિડીયો છે તેના બદલામાં તારે મને દરેક એપિસોડના પ્રોફિટમાંથી 10 ટકા ટ્રાન્સફર કરવાના, બેબી કમોન ફાસ્ટ.’ કવિતા કૌશિકની આ ધમકી પર કોમેડી કિંગ કપિલ શર્માએ પણ મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો હતો.

કપિલ શર્માએ કવિતા કૌશિકને જવાબ આપતા કહ્યું હતું કે, ‘એ વીડિયોમાં હું એકલો નથી, કમોન બેબી ફાસ્ટ.’ કપિલ શર્મા અને કવિતા કૌશિકની આ મીઠો ઝઘડો જોત-જોતમાં વાયરલ થઇ ગયો હતો, લોકો પણ આ વિડીયો પર કમેન્ટ કરતા હતા.

જણાવી દઈએ કે, ‘કપિલ શર્મા શો’ માં અક્ષય કુમાર તેની ‘હાઉસફૂલ-4’ની ટિમ સાથે પહોંચી મસ્તી કરી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.