પીએમ મોદીને ટ્વીટ કરવું કપિલ શર્માને પડ્યું હતું ભારે, ખર્ચવા પડ્યા હતા આટલા લાખ રૂપિયા અને ભાગવું પડ્યું હતું માલદીવ

દર્શકોને પેટ પકડીને હસાવી રહેલા કોમેડિયન કપિલ શર્મા આજે ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ બની ગયો છે. પોતાના કોમિક ટાઈમિંગ અને તેના “ધ કપિલ શર્મા શો” દ્વારા દર્શકોને તેને ભરપૂર મનોરંજન પૂરું પડ્યું છે.  પરંતુ હવે તે પહેલીવાર સ્ટેન્ડ અપ કોમેડી કરવા જઈ રહ્યો છે. કપિલ શર્મા ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર તેનો શો ‘કપિલ શર્માઃ આઈ એમ નોટ ડન યેટ’ લાવવા જઈ રહ્યો છે.

28 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા આ શોને લઈને કપિલ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યો છે. આ ક્રમમાં તાજેતરમાં કપિલે તેના શોની એક વીડિયો ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ વીડિયોમાં અભિનેતા પોતાની અલગ અંદાજમાં કહાની કહેતો જોવા મળી રહ્યો છે. આ ક્લિપ શેર કરતાં કપિલે લખ્યું, “નેટફ્લિક્સને ના કહેશો કે મેં એક નાનું ફૂટેજ લીક કર્યું છે.”

વીડિયોની અંદર કપિલ શર્મા વર્ષો પહેલા કરેલા પોતાના એ ટ્વીટ વિશે જણાવી રહ્યો છે કે જેમાં તેને પીએમ મોદીને બીએમસીની ફરિયાદ કરી હતી. કપિલ કહે છે કે “હું માલદીવ માટે રવાના થયો અને 8-9 દિવસ ત્યાં જ રહ્યો. મેં મારા હોટલ સ્ટાફને કહ્યું કે મને એક એવો રમ આપી દો, જ્યાં ઇન્ટરનેટ ના ચાલતું હોય. જેના ઉપર સ્ટાફે મને પૂછ્યું કે તમે અહીંયા લગ્ન પછી આવ્યા છો ? ત્યારે મેં જવાબ આપ્યો કે હું અહીંયા ટ્વીટ કરીને આવ્યો છું.”

કપિલની આ પહેલી લાઈન જ બધો મામલો સમજાવી દે છે. આગળ કપિલ હજુ વધારે મજેદાર પંચ લાઈન ફેંકે છે અને કહે છે કે, “હું જેટલા પણ દિવસ ત્યાં રહ્યો નવ લાખ રૂપિયા ખર્ચ થયો, મારા આંખ જીવનના અભ્યાસમાં ક્યારેય આટલો ખર્ચ નથી થયો, જેટલો મેં તે એક લાઈન લખીને ખર્ચ કરી નાખ્યો. સાચેમાં હું ટ્વીટર ઉપર કેસ કરવા માંગુ છું.”

“કારણ કે ક્યારેક ક્યારેક નેતા પણ ટ્વીટ કરે છે અને ટ્વીટર વાળા લખી નાખે છે ને નીચે.”Manipulated Tweet” તો મારા ટ્વીટના નીચે પણ લખી નાખતા “Drunk Tweet” ઇગ્નોર કરો. મારા પૈસા બચી જતા અને માને આ સિસ્ટમ સમજ નથી આવી રહી આપણા દેશની, જો મેં રાત્રે કોઈ વાત કરી છે તો રાતમાં જ વાત કરો અને રાત્રે ખતમ કરો. કારણ કે સવારે મારા વિચાર બદલાયેલા હોય છે.”

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

કપીલ આગળ એમ પણ કહી રહ્યો છે કે, “બધા ટ્વીટ્સ મારા નહોતા, કેટલાક જેક ડેનિયલના હતા કેટલાક જોની વૉકરના હતા. જો કે કેટલાક તો મારા હતા, પરંતુ નાની નાની વાતો માટે તમે કોઈ કલાકારને બ્લેક લિસ્ટ તો નથી જ કરી શકતા ને.” સ્ટેન્ડઅપ સ્પેશિયલમાં કપિલે પોતાની ટ્વીટને લઈને સફાઈ પણ આપી છે અને પોતાના દિલનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. તેના આ વીડિયો ઉપર યુઝર્સ ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel