કપિલ શર્માએ પ્રથમ વખત શેર કરી બંને બાળકોની તસવીર, કહ્યું ‘પબ્લિકની ડિમાન્ડ હતી તો જુઓ એકસાથે અનાયરા અને ત્રિશાન’

ધ કપિલ શર્મા શોની અંદર દર્શકોને પેટ પકડીને હસાવનાર કોમેડિયન કપિલ શર્મા થોડા દિવસ પહેલા જ પિતા બન્યો છે. તેની પત્ની ગિન્નીએ 1 ફેબ્રુઆરીના રોજ એક ખુબ જ સુંદર દીકરાને જન્મ આપ્યો હતો, પરંતુ હજુ સુધી તેની કોઈ તસ્વીર સામે આવી નહોતી. પરંતુ હવે કપિલ શર્માએ પોતાના દીકરાની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે, જે ખુબ જ વાયરલ થઇ રહી છે.

કપિલ શર્મા સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે, તેને હાલમાં જ પોતાન ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાના બંને બાળકોને ખોળામાં લઈને એક તસ્વીર પોસ્ટ કરી છે. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. કપિલ શર્માના દીકરાનું નામછે  ત્રિશાન.

ગઈકાલે ફાધર્સ ડે હતો અને આ પ્રસંગે જ કપિલે પોતાના બંને બાળકો સાથેની તસ્વીર શેર કરી છે. આ તસ્વીર શેર કરવાની સાથે જ કપિલે એક મજેદાર કેપશન પણ આપ્યું છે. કપિલે લખ્યું છે કે, “જનતાની પુરજોશ માંગણીના કારણે અનાયાર અને ત્રિશાન પહેલીવાર એક સાથે દેખાયા.” કપિલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી આ તસ્વીરને ચાહકો ખુબ જ પ્રેમ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કપિલ શર્માની પત્ની ગિન્નીએ આ વર્ષે 1 ફબ્રુઆરીનાં રોજ દીકરાને જન્મ આપ્યો હતો. તેની જાણકારી કપિલ શર્માએ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. તેને લખ્યું હતું કે, “નમસ્કાર આજે સવારે ભગવાનના આશીર્વાદથી અમને દીકરો થયો છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે. તમારા બધાના આશીર્વાદ, પ્રેમ અને પ્રાર્થનાઓ માટે ખુબ ખુબ આભાર”

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

કપિલ શર્મા પોતાની દીકરી અનાયરા સાથે અવાર નવાર તસવીરો શેર કરતો રહે છે. પરંતુ હાલમાં તેને પોતાના દીકરા ત્રિશાન સાથેની તસવીર શેર કરી છે, જેને ચાહકોએ પણ ખુબ જ પસંદ કરી છે. કપિલ અને ગિન્નીએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા અને 2019માં તેને દીકરી અનાયરાને જન્મ આપ્યો હતો.

Niraj Patel