કોમેડી જગતના દિગ્ગજ અભિનેતા એવા કપિલ શર્મા અમુક દિવસો પહેલા જ બીજી વાર પિતા બન્યા છે. તેની પત્ની ગિન્નીએ ક્યૂટ દીકરાને જન્મ આપ્યો હતો. પહેલાથી જ દીકરીના પિતા કપિલે પોતાના બંન્ને બાળકોની પરવરીશ અને સાથે સમય વિતાવવા માટે થોડા સમય માટે ધ કપિલ શર્મા શો માંથી બ્રેક લીધો છે, અને હાલ તે પોતાના બંને બાળકો અને પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે.
View this post on Instagram
તાજેતરમાં જ કપિલે દીકરી અનાયરા સાથેની એક ક્યૂટ તસ્વીર શેર કરી છે, જેને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે. અમુક જ સમયમાં કપિલની આ તસ્વીર પર લાખો લાઇક્સ આવી ચુકી છે અને ચાહકો ખુબ કમેન્ટ કરી રહ્યા છે.
તસ્વીરમાં અનાયરાએ ક્યૂટ પિન્ક ફ્રોક પહેરી રાખ્યું છે અને તે પિતાની કોપી કરી રહી છે. કપિલ શર્મા કેમેરા સામે હાથ હલાવી રહ્યા છે તો તેને જોઈને અનાયરા પણ હાથ હલાવી રહી છે. તસ્વીર શેર કરીને કપિલે લખ્યું કે,”દરેકને ગુડ મોર્નિંગ”.
View this post on Instagram
દર્શકો અનાયરાની ક્યૂટ સ્માઈલને ખુબ પસંદ કરી રહ્યા છે અને અમુક યુઝરે કહ્યું કે ક્યુટનેસ ઓવર લોડેડ. અમુક યુઝર અનાયરાની તુલના તેની માં ગિન્ની સાથે કરી રહ્યા છે, તેઓનું માનવું છે કે અનાયરા એકદમ તેની માં જેવી જ દેખાય છે.
તસ્વીર પર ભારતી સિંહ, નેહા કક્કડ, નીતિ મોહન, પરમીત શેઠી, મુક્તિ મોહન, કશ્મીરા શાહ જેવા કલાકારોએ પિતા-દીકરીની આ જોડીને ખુબ પસંદ કરી હતી.