ખબર ફિલ્મી દુનિયા

કોમેડિયન કપિલ શર્મા પહોંચ્યો પોલીસ સ્ટેશન: પાંચ કરોડ રૂપિયાનો ચૂનો લગાવનાર આ વ્યક્તિ સામે કરી મુંબઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

“ધ કપિલ શર્મા શો”ના કોમેડિયન કપિલ શર્મા મુંબઈ પોલીસ સ્ટેશન પોતાની સાથે થયેલી છેતરપિંડીને લઈને ફરિયાદ કરાવવા માટે પહોંચ્યો હતો. કાર ડિઝાઈનર દિલીપ છાબડીયા વિરુદ્ધ કપિલ શર્મા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર કપિલ શર્માએ પોતાની વેનિટી વેન ડિઝાઇન કરાવવા માટે વર્ષ 2017માં દિલીપ છાબડીયાને 6 કરોડ રૂપિયા આપ્યા હતા. પરંતુ આ વાતને ત્રણ વર્ષ વીત્યા હોવા છતાં પણ દિલીપ છાબડીયાએ કપિલને તેની કાર આપી નહોતી. આ મામલામાં હવે કપિલ શર્માએ કેસ દાખલ કરાવ્યો છે.

Image Source

કપિલ શર્મા ગુરુવારના રોજ ક્રાઇમ બ્રાન્ચ સામે સાક્ષી રૂપે હાજર થયો હતો તેને પોતાનું નિવેદન દાખલ કરાવ્યું. મીડિયા સાથેની વાતચીત દરમિયાન કપિલ શર્માએ જણાવ્યું કે “મેં દિલીપ છાબડીયા અને તેમના સ્કેમ વિષે સમાચારપત્રોમાં વાંચ્યું. ત્યારબાદ મેં પોલીસ કમિશ્નરને મળવાનો નિર્ણય કર્યો. અમે દિલીપ છાબડીયાને અમારા માટે એક વેનિટી વેન ડિઝાઇન કરવા માટેનું પણ કહેવામાં આવ્યું હતું. જેના માટે તેમને બધું જ પેમેન્ટ કરવામાં આવ્યું હતું.”

Image Source

ગયા વર્ષે 28 ડિસેમ્બરના રોજ ડીસી ડિઝાઇનના સંસ્થાપક અને પ્રખ્યાત કર ડિઝાઈનર દિલીપ છાબડીયાની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. છાબડીયા ઉપર છેતરપિંડીનો આરોપ છે. દિલીપ છબડીયા એક નામચીન કાર ડિઝાઈનર છે.

Image Source

ભારતની પહેલી સપોર્ટ કાર પણ દિલીપ છબડીયાએ જ ડિઝાઇન કરી હતી. તેમને અમિતાભ બચ્ચનથી લઈને શાહરુખ ખાન સુધીના ઘણા દિગ્ગજ અભિનેતાઓની કાર ડિઝાઇન કરી છે. આ ઉપરાંત તે આલીશાન વેનિટી વેન પણ ડિઝાઇન કરે છે.