મનોરંજન

પિતા બનવા પર ખુલીને બોલ્યો કપિલ શર્મા, જણાવ્યું દીકરો જોઈએ કે દીકરી

કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા આજકાલ તેના આવનાર બાળકને લઈને બહુજ ઉત્સાહિત છે. કપિલ શર્માની પત્ની ગિન્ની પ્રેગ્નેન્ટ છે. તે વર્ષના અંતે બાળકને જન્મ આપશે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on

પત્નીની પ્રેગનેંન્સીને લઈને કપિલે કહ્યું હતું કે, આ વાતને લઈને તે બહુજ ખુશ છે, કે તે જણાવી નથી શકતો. થોડાદિવસ પહેલા કપિલ અને ગિન્ની બેબીમુન માટે કેનેડા પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

❤️ you n I in this beautiful #world 😍#love #whistler #beautifulbritishcolumbia 😊 @ginnichatrath

A post shared by Kapil Sharma (@kapilsharma) on

બેબમુન પર જતા પહેલા એક અખબાર સાથેની વાતચિત્તમાં કપિલે જણાવ્યું હતું કે, હાલ તો મારુ પૂરું ધ્યાન ગિન્નીની તબિયત પર છે. હું એનો ખ્યાલ રાખવા માંગુ છું. હું અને ગિન્ની આવનાર બાળક માટે બહુજ ઉત્સાહિત છે. પરંતુ તેનાથી વધારે તો મારી માતા ઉત્સાહિત છે. મારી માતા ઘણા વર્ષોથી આ સમયની રાહ જોઈ રહી હતી.

વધુમાં કપિલે કહ્યું હતું કે, હું નથી જાણતો કે દીકરી થશે કે દીકરો. પરંતુ પરિવાર માટે આ ખુશીનો સમય છે. હાલ તો બધા નવા સદસ્યનું સ્વાગત કરવાં માટે થનગની રહ્યા છે.

 

View this post on Instagram

 

Ready for shoot #thekapilsharmashow Pic courtesy @chandanprabhakar 🤗 #comedy #fun #actorslife #lovemywork 😍

A post shared by Kapil Sharma (@kapilsharma) on

જણાવી દઈએ કે, કપિલ શર્માએ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તુરંત જ શોમાં વ્યસ્ત થઇ ગયા હતા. હવે ગિન્ની પ્રેગ્નેન્ટ છે.ડિસેમ્બર મહિનાના આ કપલને તેના પહેલા બાળકની ઉમ્મીદ છે. ત્યારે કપિલ શર્મા શો માંથી બ્રેક લઈને પત્ની સાથે થોડા દિવસ વેકેશન માણવા ગયો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks