કૌશલ બારડ મનોરંજન

25 કરોડના બંગલાથી લઈને કરોડોની ગાડીઓ સુધી; આવી છે કપિલ શર્માની આલિશાન જિંદગી!

‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ અને ‘ધ કપિલ શર્મા શો’ જેવા ટેલિવિઝન કાર્યક્રમોથી ઘરઘરમાં પ્રખ્યાત બનેલા કપિલ શર્માનું જીવન પણ આજે તેમની કીર્તિ જેટલું જ વૈભવી છે. લોકોને હસાવવાની તેમની રીતભાત અનોખી છે. સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે તેમણે ખ્યાતિ પણ જબરદસ્ત મેળવી છે. હાલ કપિલ શર્માએ સોની ટીવી પર ‘ધ કપિલ શર્મા શો’ની બીજી સીઝન શરૂ કરી છે.

એક સમયે ગરીબીયુક્ત જીવન જીવતા કપિલ શર્માની જિંદગી આજે કેવી વૈભવી છે? એમની લાઇફસ્ટાઇલ કેવી છે? કેટલી મોંઘી કારનો તેમને શોખ છે? – આ બધી વાતોનો રોચક ખુલાસો અહીં આપ્યો છે:

Image Source

અમૃતસરમાં ૨૫ કરોડનો બંગલો:
કપિલ શર્મા કોમેડિયન તરીકે પ્રખ્યાત બન્યો એ પહેલા તેણે ગરીબી જોઈ છે. ઘરની આર્થિક સ્થિતી નબળી હતી. ટીવી પર આવ્યા બાદ આજે તો જાણે એમની પાસે કશી કમી નથી! પણ આ બધું તેમની મહેનતને કારણે છે એ તો સ્વીકારવું રહ્યું. કપિલ હાલ પંજાબનાં અમૃતસરમાં રહે છે, જ્યાં તેમનો ૨૫ કરોડનો આલિશાન બંગલો છે.

મોઁઘીદાટ પણ જબરદસ્ત કારો:
કપિલ શર્મા પાસે ‘એસ-ક્લાસ’ની મર્સિડીઝ બેન્ઝ કાર છે, જેની કિંમત ૧.૧૯ કરોડ રૂપિયા છે! આ ઉપરાંત ૧.૩ કરોડની એક વોલ્વો કાર પણ છે. પૂરા ૫ કરોડની એક વેનિટિ વેન પણ કપિલ પાસે છે. કાર ઉપરાંત વધારે એક પ્રોપર્ટીની વાત કરીએ તો, ડીએચએલ એન્કલેવમાં કપિલ શર્મા પાસે ૧૫ કરોડનો એક ફ્લેટ પણ છે!

Image Source

કપિલ શર્માની કોમેડી લોકોને ખુબ પસંદ આવે છે. એનું જ કારણ છે કે, તેમના શોને લીધે જે-તે ચેનલની ટીઆરપી હંમેશા વધારે જ હોય છે. ‘ધ કપિલ શર્મા શો’ની બીજી સીઝને હાલ ૧૦૦ એપિસોડ પૂરા કર્યા છે. તેમને ત્યાં દીકરીનો જન્મ થયો છે, તેની ખુશીઓ પણ હજુ સોશિયલ મીડિયા પર તાજી જ છે.

ઉલ્લેખનીય છે, કે ટીવી પર પણ કપિલે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. કલર્સ ટીવી ચાલી રહેલો શો ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ તેમણે છોડવો પડ્યો હતો અથવા છોડી દીધો હતો. એ પછી વરૂણ ગ્રોવર સાથે પણ તેમને કંઈક વાંધો પડેલો. જો કે, હાલ ફરીવાર ધીમે-ધીમે તેમનો શો સારી રીતે આગળ વધી રહ્યો છે.

Image Source

આર્ટિકલ રોચક અને મનોરંજક માહિતીયુક્ત લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.