2 વર્ષની થઇ કપિલ શર્માની દીકરી અનાયરા, લાડોના બર્થ ડે સેલિબ્રેશન દરમિયાન ઇમોશનલ થઇ માતા ગિન્ની
કોમેડિયન કપિલ શર્મા અને ગિન્ની ચતરથની દીકરી અનાયરા 10 ડિસેમ્બર શુક્રવારના રોજ 2 વર્ષની થઈ ગઈ છે. કપિલ શર્માએ દીકરીના 2 વર્ષ થવા પર સેલિબ્રેશન કર્યુ હતુ અને તે પળનો ભરપૂર આનંદ પણ માણ્યો હતો. કપિલે ‘લાડો’નો બીજો જન્મદિવસ ખાસ રીતે ઉજવ્યો હતો. હાલમાં જ અનાયરાના બર્થ ડે સેલિબ્રેશનનો એક વીડિયો સામે આવ્યો છે જે આ સમયે વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં અનાયરા કેક પાસે ઉભેલી જોવા મળી રહી છે અને તે કેકને આંગળી વડે ચાટતી પણ જોવા મળી રહી છે.
લુકની વાત કરીએ તો તે વ્હાઇટ કલરના ડ્રેસમાં એકદમ પરી જેવી લાગી રહી છે. અનાયરાએ તેના માથા પર ક્યૂટ હેરબેન્ડ લગાવી છે. જ્યારે ગિન્ની પણ સફેદ ડ્રેસમાં છે અને તે પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. કપિલની વાત કરીએ તો તે જીન્સ અને શર્ટમાં હેન્ડસમ લાગી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અનાયરા તેના નાના હાથથી કેક ખાઈ રહી છે. લાડલીની આ હરકત જોઈને કપિલ હસવા લાગે છે.
વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, અનાયરાની માતા ગિન્ની દીકરીના બીજા જન્મદિવસ પર થોડી ઇમોશનલ બની જાય છે. વીડિયોમાં, ગિન્ની તેના આંસુ લૂછતી જોઈ શકાય છે. અનાયરાનો આ વીડિયો ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કપિલે 12 ડિસેમ્બર 2018ના રોજ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા.
ગિન્ની અને કપિલ બંને 10 ડિસેમ્બર 2019ના રોજ માતા-પિતા બન્યા અને તેમના ઘરે પુત્રી અનાયરાનો જન્મ થયો હતો. ત્યાં આ વર્ષે ફેબ્રુઆરીમાં, કપિલ બીજી વખત પિતા બન્યો. ગિન્નીએ 1 ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો, જેનું નામ ત્રિશાન શર્મા પાડવામાં આવ્યુ.
View this post on Instagram