મનોરંજન

કપિલ શર્માના ઘરમાં ગુંજી કિલકારી, પત્ની ગિન્નીએ આપ્યો નાની પરીને જન્મ- જુઓ ક્લિક કરીને

કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા માટે આજે ખુશીનો દિવસ છે. કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની ચતરથ આજે માતા-પિતા બની ગયા છે. કપિલ શર્માએ આ જાણકારી વહેલી સવારે ટ્વીટ કરીને આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma Universe (@kapil_sharmauniverse) on

કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથએ આજે સુંદર દીકરીને જન્મ આપ્યો છે. કપીલ શર્માએ સવારે 3:30 કલાકે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. કપિલ શર્માએ ટ્વીટમાં લખ્યું હતું કે, અમારે પુત્રીનો જન્મ થયો છે. તમારા આશીર્વાદની જરૂર છે. બધાને પ્રેમ. જય માતા દી. કપિલના ટ્વીટ પર લોકોએ શુભેચ્છા આપી હતી.

ગુરુ રંધાવા અને ભુવન બામે કપિલ શર્માને પિતા બનવા પર શુભેચ્છા પાઠવી હતી. ગુરુ રંધાવાએ ટ્વીટ કરીને કપિલ શર્માને શુભેચ્છા પાઠવી હતી. ગુરુએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, શુભેચ્છા પા જી, હું ઑહિશયલી કાકા બની ગયો.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma Universe (@kapil_sharmauniverse) on

જણાવી દઈએ કે, કપિલ અને ગિન્નીએ 2018માં લગ્ન કર્યા હતા. કપિલ અને ગિન્નીએ આવનારા મહેમાન માટે પહેલાથી જ તૈયારી કરી લીધી હતી. કપિલ શર્માએ ઓક્ટોબરમાં બેબી શાવર પાર્ટી રાખી હતી. જેમાં ઘણા સેલિબ્રિટીઓ સાથે કપિલ શર્મા શો ના તેના કો-સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. એટલું જ નહીં થોડા દિવસ પહેલા કપિલ ગિન્ની સાથે બેબી મુન માટે કેનેડા ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma Universe (@kapil_sharmauniverse) on

થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યૂમાં કપિલને પૂછવામાં આવ્યું હતું કે, તમે તમારા આવનારા બેબી માટે કેવી તૈયારી કરી રહ્યા છો જેના જવાબમાં કપિલે જણાવ્યું હતું કે, હું શું તૈયારી કરું… મને કંઈ આઈડિયા નથી. પરંતુ મારો પૂરો પરિવાર આવનાર બાળક માટે ઉત્સાહી છે. દીકરો હોય કે દીકરી અમે તો બસ સ્વસ્થ બાળકની આશા જ રાખીએ છીએ. જો તૈયારીની વાત કરે તો મેં અને ગિન્નીએ ઘણી વસ્તુઓ ખરીફઈ છે અને અમે બાળક માટે ઉત્સાહિ હતા.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma Universe (@kapil_sharmauniverse) on