કપિલ શર્માના ઘરે ફરી ગુંજી કિલકારી, પત્ની ગિન્નીએ આપ્યો બાળકને જન્મ…ખુબ ખુબ શુભેચ્છા

ફિલ્મી દુનિયામાંથી એક પછી એક સારા સમાચાર આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ વિરાટ અને અનુષ્કા માતા-પિતા બન્યા છે ત્યારે હાલ એક બીજી મોટી ખુશ ખબરી આવી રહી છે.

પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા બીજીવાર પિતા બની ગયો છે. કપિલની પત્ની ગિન્નીએ બીજા બાળકને જન્મ આપ્યો છે. ખબરો પ્રમાણે ગિન્નીએ એક ખુબ જ સુંદર દીકરાને જન્મ આપ્યો છે. આ વાતની જાણકારી કપિલ શર્માએ જ ટ્વીટર ઉપર ટ્વીટ કરીને આપી છે.

Image Source

કપિલ શર્માએ આ જાણકારી 1 ફેબ્રુઆરીના રોજ આપી હતી. આજના દિવસે તે બીજીવાર પિતા બન્યો છે. કપિલે પોતાની ટ્વીટની અંદર લખ્યું હતું કે, “નમસ્કાર, આજે સવારે અમને આશીર્વાદના રૂપમાં દીકરો પ્રાપ્ત થયો. ભગવાનના આશીર્વાદથી દીકરો અને મા બંને સ્વસ્થ છે. તમારા પ્રેમ માટે ધન્યવાદ. આશીર્વાદ અને પ્રાર્થનાઓ. તમને બધાને બહુ જ બધો પ્રેમ. કપિલ અને ગિન્ની.”

Image Source

કપિલ શર્માની ટ્વીટ ઉપર હવે ચાહકો કોમેન્ટ કરીને તેને શુભકામનાઓ પાટવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કપિલ અને ગિન્નીએ ડિસેમ્બર 2018માં લગ્ન કર્યા હતા.

કપિલ શર્મા નેટફ્લિક્સની એક વેબ સિરીઝ દ્વારા ડીઝીટલ ડેબ્યુ કરવાનો છે. આ વાતની જાણકારી તેને એક વીડિયો શેર કરીને આપી હતી.

Niraj Patel