આજે એવા સ્ટારનો જન્મદિવસ છે જેણે ભારતમાં કોમેડીની વ્યાખ્યા બદલી નાખી. પહેલા કોમેડીયન્સને સાઈડ રોલમાં ફિટ કરવામાં આવતા હતા પણ આ સ્ટારે લોકોને એ બતાવી દીધું કે કોમેડિયન મુખ્ય અભિનેતા બનીને પણ ફિલ્મ કરી શકે છે. અહીં વાત કરી રહયા છીએ જાણીતા કોમેડિયન કપિલ શર્માની –

કપિલ શર્મા આજે પોતાનો 39મો જન્મદિવસ મનાવી રહયા છે. કપિલ શર્માના આજે લાખો ચાહકો છે. લોકો દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમને ફોલો કરે છે. કપિલ અત્યાર સુધીમાં બે બોલિવૂડ ફિલ્મોમાં પણ મુખ્ય અભિનેતાની ભૂમિકામાં દેખાઈ ચુક્યા છે, પરંતુ તેમના જીવનનો સંઘર્ષ એટલો નાનો પણ નથી રહ્યો.

કહેવાય છે કે જેટલો વધારે સંઘર્ષે કરશો, એટલી જ વધુ શાનદાર જીત મળશે.’ આવું જ કઈંક કપિલ શર્મા સાથે પણ થયું છે. કપિલ શર્મા પંજાબના અમૃતસરથી છે અને તેઓ ત્રણ બહેન-ભાઈ છે. કપિલ શર્માએ પોતાનું ભણતર પણ પંજાબથી જ કર્યું છે, એ સિંગર બનવા માંગતા હતા.

કપિલ શર્મા પોતાના કોલેજના દિવસો દરમિયાન ગાતા પણ હતા. એક ઇન્ટરવ્યુમાં કપિલે કહ્યું હતું કે જ્યારે તેમને ગાવાનું શીખ્યું ત્યારે તેને લાગ્યું કે અહીં ખૂબ જ સંઘર્ષ છે. પછી તે કોઈક બીજી વસ્તુમાં લાગી ગયા પણ એમને ખબર ન હતી કે નસીબ તેને કંઈક જુદું જ આપવા માંગે છે.

કપિલ શર્માએ પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા ટેલિફોન બૂથમાં પણ કામ કર્યું હતું. વર્ષ 2006 કપિલ શર્માના જીવનમાં પરિવર્તન લાવ્યું હતું. આ વર્ષે કપિલે કોમેડી શો હંસ દે હંસા દેમાં ભાગ લીધો હતો. તેના પહેલા શો પછી પણ કપિલનો સંઘર્ષ ચાલુ રહ્યો.

2007 માં, તેમણે ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ માટે પસંદ કરવામાં આવ્યા, પણ અહીં સુધી પહોંચવું કપિલ માટે એટલું સરળ નહોતું. કપિલે કહ્યું હતું કે પહેલીવારમાં તેમણે રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા. એ પછી તેમણે ફરીથી ઓડિશન આપ્યું અને તેને શોમાં એન્ટ્રી મળી. બાદમાં કપિલ તે સિઝનના વિજેતા બન્યા.

કપિલ શર્માએ આ પછી ઘણા શો કર્યા. તે ઘણા એવોર્ડ શોના હોસ્ટ તરીકે પણ આવ્યા, પરંતુ તેણે ક્યારેય હાર માની નહિ. 2010-13ની વચ્ચે કપિલ શર્મા કોમેડી સર્કસ નામના શોમાં દેખાય. કપિલ સતત આ શોના વિજેતા બન્યા અને પોતાની શાનદાર કોમેડીથી દર્શકોને ખૂબ હસાવ્યા.

વર્ષ 2013 કપિલના જીવનમાં સૌથી મોટું પરિવર્તન લઈને આવ્યું. આ વર્ષે કપિલે પોતાનો શો એટલે કે કોમેડી નાઇટ્સ વિથ કપિલની શરૂઆત કરી. આ શોથી કપિલની જિંદગી બદલાઈ ગઈ.

લોકો પહેલા હીરો અને સુપરસ્ટારના ચાહક હતા, પરંતુ હવે તે સમય આવ્યો કે લોકો કોમેડિયનના ચાહક બનવા લાગ્યા હતા.

કપિલ શર્મા દરેક સ્ટાર સાથે સારી બોન્ડિંગ ધરાવે છે અને અક્ષય કુમાર અને સલમાન ખાન તો કપિલને પોતાનો નાનો ભાઈ પણ કહે છે. અત્યારે તેઓ ધ કપિલ શર્મા શો દ્વારા દર્શકોનું ઘણું મનોરંજન કરે છે.

કપિલ શર્માએ ગિન્ની ચતરથ સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા અને આજે કપિલ શર્માએ એક સુંદર નાની દીકરીનો પિતા છે, તેમની દીકરીનું નામ અનાયરા શર્મા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.