મનોરંજન

Video: પડદા પાછળ કપિલ શર્મા શોની કહાની, આવી રીતે થાય છે બધી તૈયારી

કોમેડિયન કપિલ શર્માનો શો એ ટીવીનો એક લોકપ્રિય શો છે. તે ટીઆરપી લિસ્ટમાં પણ ટોપ 10માં રહે છે.

આ શોને લાખો-કરોડો દર્શકો દર અઠવાડિયે તેમના ટીવી પર જોતા હોય છે. ભલે ‘કપિલ શર્મા શો’ એક કલાક માટે જ આવે છે, પરંતુ આ માટે બધા કલાકારોએ ઘણા કલાકો સખત મહેનત કરવી પડે છે.

Image Source

હવે આ શોના સેટથી પહેલી વાર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પડદા પાછળ શું થાય છે તે બતાવવામાં આવ્યું છે. સોની ટીવીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે જેમાં અર્ચના પૂરણસિંહ કપિલના શોમાં પહોંચે છે અને સેટ પર શું-શું થાય છે એ જણાવે છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે અર્ચના પૂરણ સિંહ સેટ પર પહોંચીને સૌથી પહેલા સેટની પાછળ નાના મંદિરમાં માથુ નમાવે છે. એ પછી તે એક સાંકડી ગલીમાંથી સેટ પર પહોંચે છે. સેટ પર તે પ્રશંસકો સાથે વાતચીત કરે છે અને શોમાં આવતા મહેમાનો સાથે સમય વિતાવે છે.

Image Source

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ફિલ્મ દેવીના પ્રમોશન માટે નિર્માતા નીરજન આયંગરે અર્ચના સાથે વાત કરી અને જણાવ્યું કે કાજોલ અને આ ફિલ્મની બીજી સ્ટારકાસ્ટ આ ફિલ્મના પ્રમોશન માટે આવી છે. અર્ચના કહે છે કે તે આ શોના નવા એપિસોડ્સ શૂટ કરવા જઈ રહી છે. તે કાજોલ, નીના કુલકર્ણી, શિવાની રઘુવંશી, શ્રુતિ હસન અને યશસ્વિની દયમા તથા બાકીની સ્ટારકાસ્ટની રાહ જોઈ રહી છે.

Image Source

જણાવી દઈએ કે આ વીડિયો ગત રવિવારે પ્રસારિત થયેલ એપિસોડનો છે જ્યારે અભિનેત્રી કાજોલ તેના સાથી કલાકારો સાથે શોર્ટ ફિલ્મ ‘દેવી’ના પ્રમોશન માટે આવી હતી.

જ્યારે અર્ચના તેની ખુરશી પર પહોંચે છે, ત્યારે તે ત્યાં હાજર શ્રોતાઓ સાથે પણ વાતચીત કરે છે અને હાલચાલ પૂછે છે.

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on

આ વીડિયોમાં અર્ચના કહે છે કે બધી સ્ટારકાસ્ટ્સ તૈયાર થઈ ગઈ છે, તેથી તે રાહ જોઇ રહી છે. કાજોલ સવારે 10 વાગ્યે જ આવી ગઈ હતી, પણ બાકીના લોકો તૈયાર થઇ રહયા છે. અર્ચના કહે છે કે ‘અમિતાભ બચ્ચને ઘણી સારી વાત કહી હતી કે એક અભિનેતાનું મુખ્ય કામ રાહ જોવાનું હોય છે. ખૂબ જ ધીરજ હોવી જોઈએ. કેટલીકવાર તેને શોટ તૈયાર થવાની રાહ જોવી પડે છે, તો ક્યારેક સીનની, તો ક્યારેક જગ્યાની અને ક્યારેક અન્ય લોકોની રાહ જોવી પડે છે.’

Image Source

અર્ચના અભિનેત્રી શિવાની સાથે બધાની મુલાકાત કરાવી અને કહ્યું કે તે શિવાનીની પ્રશંસક છે. આ સમય દરમિયાન, શોના ક્રૂ મેમ્બર્સ તૈયારીઓમાં લાગેલા હોય છે. જણાવી દઈએ કે અર્ચના પૂરણ સિંહ ‘ધ કપિલ શર્મા શો’માં જજની ભૂમિકામાં આવે છે.