બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આજકાલ તેની આગામી ફિલ્મ ‘ ધ સ્કાય ઈઝ પિંક’નું પ્રમોશન કરી રહી છે. સોનાલી બોસ નિર્દેશિત આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. આ દરમિયાન તે કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’ માં પહોંચી હતી.
View this post on Instagram
An absolute laugh riot on the Kapil Sharma Show. #TheSkyIsPink #Promotions #day5
જ્યાં કપિલ અને પ્રિયંકાએ મસ્તી કરી હતી. કપિલના સવાલ પર પ્રિયંકાએ હસીહસીને જવાબ આપ્યા હતા. હ હાલ તો આ એપિસોડ ટીવી પર નથી આવ્યો પરંતુ તેના થોડા વિડીયો સોની ટીવીના ઇન્સ્તાગ્રામ પર શેર કર્યા છે.જેમાં બને મસ્તી કરતા નજરે ચડે છે.
સોની ટીવીએ એક વિડીયો શેર કર્યો હતો. જેમાં કપિલ પ્રિયંકાને મૂકીને તેના પતિ નિકની મસ્તી કરે છે. કપિલ પ્રિયંકાને સવાલ પૂછે છે કે, નિક તેની તારી મમ્મી એટલે કે તેની સાસુને ભારતીય જમાઈની જેમ પગે લાગે છે કે પછી કિસ કરે છે? આ સવાલ સાંભળીને પહેલા તો પ્રિયંકા હસે છે. પરંતુ બાદમાં તે કહે છે કે બન્ને વચ્ચે, બિચારો ગળે મળે છે મમ્મીને.
જણાવી દઈએ કે, પ્રિયંકાની માતા મધુ ચોપરા ઓડિયન્સમાં બેસીને આ શોને માણે છે. મધુ ચોપરા પણ પ્રિયંકાના આ જવાબથી સહમત થઇ હંસવા લાગે છે.
પ્રિયંકાના આ જવાબ પરકપિલ વધુ એક પંચલાઇન મારે છે. કપિલે કહ્યું હતું કે, મેં મારા સાસુ સાથે ઈયર(કાન)પર કિસ કરવાની ટ્રાય કરી હતું. પરંતુ તેનું ઝૂમકું મારા મોઢામાં આવી ગયું હતું.
ત્યારબાદ પ્રિયંકા જોરથી હંસવા લાગે છે.બન્નેની મસ્તીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં પ્રિયંકા કપિલને 2 ઓફર કરે છે. 2 કરોડનો ચેક અથવા 6 છોકરીઓ સાથે માલદીવમાં એક હોલીડે ? આ વાત પર કપિલ કહે છે કે ‘હું 2 કરોડ લઈશ, કારણકે સેમ પેકેજમાં 60 હજાર હું એરેન્જ કરી લઈશ.