ખબર જીવનશૈલી ફિલ્મી દુનિયા

આ ભાષા સમજે છે કપિલ શર્માની દીકરી અનાયરા, હિન્દી અને અંગ્રેજી નહીં, જાણો શા માટે

કોમેડી કિંગ કપિલ શર્માને હસી-મજકાના બાદશાહ માનવામાં આવે છે. પોતાની દમદાર કોમેડીથી કપિલ શર્મા લોકોને હસાવતા આવ્યા છે. અનલોક થતા જ ધ કપિલ શર્મા શો માં ફિલ્મી કલાકારો પ્રમોશન માટે આવવા લાગ્યા છે. એવામાં આગળના એપિસોડમાં ક્રિકેટર સુરેશ રૈના અને તેની પત્ની પ્રિયંકા આવી પહોંચ્યા હતા. આ સમયે કપિલે પોતાની કૉમેડીનો જલવો તો દેખાડ્યો જ હતો પણ સાથે સાથે પોતાના વ્યક્તિગત જીવન વિશેની પણ વાતો જણાવી હતી.

Image Source

કપિલે સુરેશ અને પ્રિયંકા સાથે લોકડાઉનની સાથે સાથે બાળકોની સંભાળ લેવા પર વાત કરી હતી. આ દરમિયાન કપિલે પણ પોતાની દીકરી અનાયરા શર્મા વિશે એક ખાસ વાત જણાવી હતી.જેને સાંભળીને દર્શકો અનાયરાની પ્રશંસા કરી રહ્યા છે.

Image Source

કપિલે જણાવ્યું કે તેની 10 મહિનાની દીકરી હિન્દી અને અંગ્રેજી ભાષા કઈ ખાસ નથી સમજતી પણ બંગાળી ભાષા જલ્દી જ સમજી લે છે. કપિલે કહ્યું કે અમે બધા ઘરમાં હિન્દી, પંજાબી અને અંગ્રેજીમાં પણ વાત કરીએ છીએ પણ અનાયારા બંગાળી ભાષા જલ્દી સમજી લે છે અને પોતાની પ્રતિક્રિયા આપે છે.

Image Source

કપિલ શર્માએ તેનું કારણ પણ આપ્યું હતું અને કહ્યું કે,”બાળકો પોતાની નૈની પાસે વધારે સમય વિતાવતા હોય છે. અનાયરાની નૈની બંગાળી છે માટે અનાયરા હિન્દી કે અંગ્રેજી કરતા બંગાળી ભાષા સરળતાથી સમજી લે છે.

Image Source

કપિલ શર્મા અવાર-નવાર દીકરી અનાયરા સાથેની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. જેટલા ખુશ મિજાજ કપિલ શર્મા છે તેટલી જ હસમુખી અને ક્યૂટ અનાયારા શર્મા પણ છે.