પ્રખ્યાત કોમેડી કિંગ કપિલ શર્મા મહિના પહેલા જ એક દીકરીના પિતા બન્યા છે. કપિલની પત્ની ગિન્ની ચતરથે 10 ડિસેમ્બર 2019ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મથી કપિલ અને તેની પત્ની ખૂબ ખુશ છે.
View this post on Instagram
કપિલ શર્માની દીકરીના જન્મ બાદથી જ તેમના ચાહકો કપિલની દીકરીની એક ઝલક મેળવવા માટે આતુર હતા, થોડા દિવસ પહેલા કપિલે તેની દીકરી અને પત્ની ગિન્ની સાથે પહેલી વાર ફેમિલી ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ સાથે જ કપિલ શર્માએ પોતાની દીકરીના નામનો પણ ખુલાસો કર્યો હતો.
View this post on Instagram
તસ્વીરો શેર કરતાની સાથે જ કપિલે પોતાની દીકરીના નામનો ખુલાસો કર્યો હતો. કપિલે લખ્યું છે ‘મળો અમારા જીગરના ટુકડા અનાયરા શર્માને.’ કપિલ શર્માએ પોતાની દીકરીનું નામ અનાયરા શર્મા રાખ્યું છે. ત્યારે હાલમાં જ કપિલ શર્માએ બીજી કેટલીક તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસ્વીરમાં અનાયરા શર્મા બહુજ ક્યૂટ અંદાજમાં જોવા મળી રહી છે.

જાળમાં જ કપિલ શર્માએ તેની પત્ની ગિન્ની સાથે મળીને લાડલી અનાયરા માટે એક ખાસ રસમ કરી હતી. જેમાં કપિલ શર્મા એન ગિન્નીએ લાડલીના પહેલીવાર ઘરે આવવા પાયે તેના હાથ અને પગની છાપ માટી પર પ્રિન્ટ કરાવી હતી. જેથી તે તેની દીકરી સાથે તેના બાળપણની યાદોને હંમેશા માટે સાચવીને રાખી શકે. આ ખાસ રસમ માટે સેલિબ્રિટી ઈમ્પ્રેશન આર્ટિસ્ટ ભાવના જસરા કપિલ શર્માના ઘરે પહોંચી હતી.
View this post on Instagram
કપિલ શર્માના વર્કફ્રન્ટની વાત કરવા,આ આવે તો તે ‘ધ કપિલ શર્મા શો’ માં નવા-નવા કોન્સેપ્ટથી દર્શકોને પેટ પકડીને હસાવી રહ્યો છે. કપિલ શર્માના શોએ ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.