કમુબેન ભરવાડ પતિને ખેતરમાં શરીર સુખ માણવા લઇ ગઈ, વેફર ખાધી અને પછી બિચારા પતિની એવી હાલત કરી કે કોર્ટે ફટકારી ભયંકર સજા…..
ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના ચોંકાવનારા કિસ્સા સામે આવે છે. જેમાં કેટલીકવાર અવૈદ્ય સંબંધોને કારણે પત્ની દ્વારા પતિ અથવા તો પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવે છે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પત્નીને પતિની હત્યા કરવા બદલ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. ખેડાના કપડવંજમાં પ્રેમીને પામવા માટે આરોપી પત્નીએ તેના જ પતિની ઠંડા કલેજે હત્યા કરી દીધી હતી. કપડવંજ કોર્ટે હત્યારી પત્નીને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કપડવંજના સાલોડ ગામના ખેંગારભાઈ ભરવાડના લગ્ન કમુબેન સાથે સમાજના રીતિ રિવાજ મુજબ સાટા રીતેથી થયા હતા અને ખેંગારભાઈની બેનના લગ્ન કમુબેનના ભાઈ સાથે થયા હતા. જો કે કમુબેનને લગ્ન પહેલા જ રાજદીપ મકવાણા નામના યુવક સાથે આડાસંબંધ હતા અને તેને કારણે તેમને પતિ ગમતો નહોતો અને સાટા રીતે થયેલ લગ્નમાં છુટાછેડા પણ થઈ શકે તેમ નહોતા. જેને લઇને કમુબેને પતિનુ કાસળ કાઢી નાખવાનુ નકકી કર્યું અને પ્લાન ઘડ્યો. કમુબેને પતી ખેંગારભાઈને 14 ફેબ્રુઆરી 2019ના રોજ ફાગવેલ દર્શન ક૨વા જવુ છે તેમ કહી તૈયાર કર્યો
તે પછી પડોશી ભોપાભાઈ ભરવાડના ઘ૨માંથી પતિથી છુપી રીતે લોખંડનો સળિયો લઈ થેલીમાં મુકી દીધો. તે પછી ફાગવેલ દર્શન કર્યા બાદ પતિ અને તે મોટર સાયકલ પર પરત આવતા હતા ત્યારે કમુબેને પ્લાન મુજબ પતિને સુખ માણવાની ઇચ્છા બતાવી અને નવામુવાડા તરફ જતા કાચા રોડ પરના બામણીયા લાટ સીમમાં તુલસીભાઈ પટેલના વળીયારીના ખેતરમાં લઈ જઇ ત્યાં બેસી બંનેએ વેફરનો નાસ્તો કર્યો અને પછી સુખ માણવાનું કહી આજુબાજુના ખેત૨ોમાં કોઈ માણસો છે કેમ તે જોવાનું બહાનું બનાવ્યુ અને કમુબેને જમીન પર બેઠેલ પતિની નજર ચુકવી થેલામાંથી લોખંડનો સળિયો કાઢી પતિના માથા અને શરીર પર 26થી વધુ જીવલેણ ઘા માર્યા.
પતિની હત્યા કર્યા બાદ આ પુરાવાનો નાશ કરવાના ઈરાદે મોટર સાયકલને ખેતરમાં લઈ જઈ આડુ પાડ્યુ અને પછી પતિની હત્યા નિપજાવ્યા બાદ ઘરે જઈનું શું કહેવું તે પણ વિચારી લીધું હતું. કમુબેને ઘરે જઇ જણાવ્યું કે, રસ્તામાં આવતા એક મોટર સાયકલ પર બે અજાણ્યા માણસોએ આવી લુૂંટફાટ કરતા પતિ બીજા માણસોની મદદ મેળવવા મોટર સાયકલ લઈ ગયા પણ તે ન આવતાં લૂંટારૂ કાનમાં પહેરેલ સોનાની સેર સાથે બુટ્ટી અને સોનાની વેલ લુંટી જતા રહ્યા.
આ ઉપરાંત આરોપી પત્નીએ કપડવંજ પોલીસમા લૂંટની ખોટી ફરિયાદ પણ નોધવી હતી અને સાથે સાથે પતિના ગુમ થયાની જાણવાજોગ પણ નોધાવી હતી. જો કે, પોલીસ તપાસમાં કમુબેનનો ભાંડો ફૂટતા તેના વિરૂદ્ધ ઈ.પી.કો.કલમ 302, 201 મુજબના ગુનો નોઘાયો અને પછી કોર્ટમાં કેસ ચાલતા હાલ નિર્ણય આવ્યો હતો. આરોપી પત્નીને કોર્ટે આજીવન કેદની સજા અને 11 હજાર દંડ ફટકાર્યો છે, આ ઉપરાંત મૃતકની માતાને 1 લાખની સહાય આપવાનો હુકમ કર્યો છે.