કાવડીઓને ડમ્પરે કચડી નાખ્યા, 6ના મોત, નજરે જોનારે કહ્યું, “ઢાબા ઉપર જમી રહ્યા હતા, ડમ્પર ચઢાવી દીધું

ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવતી રહે છે, ઘનિરવ રોડ ઉપર વાહનો એકબીજા સાથે અથડાવવાના સમાચાર સામે આવે છે તો ઘણીવાર રસ્તા ઉપર કોઈ ઉભું હોય અને કોઈ વાહન ચાલાક તેને ટક્કર મારી દેતો જોવાની ઘટના પણ સામે આવે છે, જેમાં ઘણા માસુમ લોકોના મોત પણ થતા હોય છે, ત્યારે હાલ એવા જ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં 6 લોકોના મોત થયા છે.

આ રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે યુપીના હાથરસ નજીકથી, જ્યાં એક બેકાબૂ ડમ્પરે કાવડીઓને કચડી નાખ્યા. આ અકસ્માતમાં 6 કાવડીઓના કરૂણ મોત થયા છે. કાવડીઓ ગંગાજળ લઈને હરિદ્વારથી ગ્વાલિયર જઈ રહ્યા હતા. આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળે જ 5 લોકોના મોત થયા છે. એકનું હોસ્પિટલમાં મોત થયું હતું. એક ઘાયલ આગ્રામાં સારવાર હેઠળ છે.

આ અકસ્માત હાથરસના સાદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ હાથરસ-આગ્રા રોડ પર બધર ઈન્ટરસેક્શન પાસે થયો હતો. શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ લગભગ 2.30 વાગ્યે એક બેકાબૂ ઝડપે આવતા ડમ્પરે કાવડિયાઓના જૂથને કચડી નાખ્યું હતું. ઘટના સ્થળે હાજર એક કાવડિયાએ જણાવ્યું કે અમે એક ઢાબા પર ભોજન કરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે ડમ્પર હંકારી દીધું. આગરા ઝોનના એડીજી રાજીવ કૃષ્ણાએ જણાવ્યું કે ઘટના બાદ ડ્રાઈવર ડમ્પર લઈને ફરાર થઈ ગયો. 42 લોકોનું ટોળું ગંગાજળ લઈને જઈ રહ્યું હતું.

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 6 કાવડીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી, તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ઘાયલોને વધુ સારી સારવાર આપવા માટે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને સૂચના આપી. આ ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.

Niraj Patel