ફક્ત 16 કરોડ રૂપિયામાં બનેલી “કાંતારા” ફિલ્મે કમાણીના બધા જ રેકોર્ડ તોડ્યા, કમાઈ લીધા અધધધધધધ કરોડ, આવી શકે છે ફિલ્મનો બીજો ભાગ પણ

છેલ્લા થોડા સમયમાં જ સાઉથની ફિલ્મોનો દબદબો આખા દેશમાં જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યાં બોલીવુડ બોયકોટના ટ્રેન્ડ્ર વચ્ચે સતત ફ્લોપ ફિલ્મો આપી રહ્યું છે તો બીજી તરફ ઓછા બજેટમાં બનેલી સાઉથની ફિલ્મો કરોડોમાં કમાણી કરી રહી છે. ત્યારે એવી જ એક ફિલ્મ જેણે બોક્સ ઓફિસ પર કમાણીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા અને દર્શકોમાં પણ આ ફિલ્મે ખુબ જ નામના મેળવી.

ઋષભ શેટ્ટીની ફિલ્મ “કાંતારા” રિલીઝના 40 દિવસ બાદ પણ થિયેટરમાં હજુ ધૂમ મચાવી રહી છે. સિનેમાઘરોમાં દર્શકો મોટી સંખ્યામાં આજે પણ આ ફિલ્મને જોવા માટે જઈ રહ્યા છે. જેના કારણે ફિલ્મનું કલેક્શન પણ ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે આ ફિલ્મનો કમાણીનો આંકડો અત્યાર સુધીમાં 400 કરોડને પાર નીકળી ગયો છે. આટલી કમાણી કરીને “કાંતારા” ફિલ્મે ઇતિહાસ રચી દીધો છે.

આ ફિલ્મ 30 સપ્ટેમ્બરના રોજ કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવી હતી. જેના બાદ શરૂઆતમાં જ સાઉથમાં આ ફિલ્મે જોરદાર પ્રદર્શન કર્યું હતું. જેને લઈને 14 ઓક્ટોબરે “કાંતારા” ફિલ્મને સિનેમાઘરોમાં હિન્દીમાં રિલીઝ કરવામાં આવી અને હિન્દી બેડામાં પણ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરીને બધાને હેરાન કરી દીધા હતા.

હાલમાં જ મંગળવારના રોજ ટ્રેન્ડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર “કાંતારા”ના વર્લ્ડવાઇડ કલેક્શનના તાજા આંકડા શેર કર્યા હતા. જેના પ્રમાણે “કાંતારા” ફિલ્મે વર્લ્ડવાઇડ 400 કરોડની કમાણી કરીને નવો વિક્રમ સ્થાપ્યો છે. ભારતમાં શાનદાર પ્રદર્શન કરનાર “કાંતારા”ને વિદેશમાં પણ ઘણી પ્રશંસા મળી છે. આ ફિલ્મે વિદેશમાં 44.50 કરોડનો બિઝનેસ કર્યો છે. એક અભિનેતા અને દિગ્દર્શક તરીકે ઋષભ શેટ્ટીએ “કાંતારા”માં પોતાનો દમદાર અભિનય આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Taran Adarsh (@taranadarsh)

Niraj Patel