હોસ્પિટલથી ઘરે આવ્યા પછી થયું પતિનું મોત, કઈ રીતે થયું? સવાલનો જવાબ શોધી રહેલી પોલીસ સામે બીજા હત્યાકાંડનો પણ ખુલાસો થયો!

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલાક પ્રેમ સંબંધ, કેટલાક અવૈદ્ય સંબંધ તો કેટલાક અંગત અદાવતના હોય છે. ઘણીવાર પતિ અથવા પત્નીનું અફેર હોવાને કારણે પણ હત્યા કરવામાં આવતી હોવાના કિસ્સા સામે આવે છે. હાલમાં હત્યાનો કિસ્સો કાનપુરમાંથી સામે આવ્યો છે, જે ઘણો ચોંકાવનારો છે. અહીં એક મહિલાએ તેના પ્રેમી સાથે લગ્ન કરવા અને કરોડોની સંપત્તિ હડપવા પહેલા સસરાની અને પછી તેના પતિની હત્યા કરી નાખી. પોલીસ ખાતામાં સ્ટેનો તરીકે ફરજ બજાવતા સસરાને દવાઓનો ઓવરડોઝ આપીને એવી રીતે હત્યા કરી કે કોઈને સુરાગ પણ ન મળ્યો.

સસરાને રસ્તામાંથી હટાવ્યા બાદ તેણે પતિની હત્યા માટે 3 લાખ રૂપિયાની સોપારી આપી હતી. પતિ પર હુમલો થયો, પરંતુ તે બચી ગયો. 5 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ જ્યારે તે ઘરે પહોંચ્યો તો પત્નીએ તેને દવાનો ઓવરડોઝ આપ્યો. બે દિવસ પછી તેની તબિયત બગડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત થયું હતું. મૃતકનું નામ ઋષભ તિવારી હતું. આ ઘટના કલ્યાણપુરના શિવલી રોડની છે. પોલીસ પૂછપરછમાં આરોપી પત્નીએ જણાવ્યું કે તેના પતિની હત્યા કર્યા બાદ તેની મિલકત વેચીને તેના પ્રેમી સાથે લગ્ન કરીને બીજી જગ્યાએ સ્થાયી થવાનો પ્લાન હતો.

આરોપી સપનાએ પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે તેણે હત્યાની યોજના બનાવવા માટે ક્રાઈમ સિરિયલો જોઈ હતી. હાલ પોલીસે આરોપી સપના, તેના પ્રેમી અને પ્રેમીના મિત્રને પકડી લીધા છે. કાનપુરનો ઋષભ તિવારી મર્ડર કેસ એક ક્રાઈમ ફિલ્મની સ્ટોરી જેવો છે. શિવલી રોડ પર રહેતા ઋષભ તિવારીના લગ્ન 2 વર્ષ પહેલા 2020માં સપના સાથે થયા હતા. ઋષભ ઉંમરમાં મોટો હતો એટલે સપના આ લગ્નથી ખુશ નહોતી, પરંતુ પરિવારના દબાણમાં તેણે લગ્ન કર્યા હતા. કૃષ્ણનગરમાં રહેતા રાજુ નામના છોકરા સાથે તેનું અફેર હતું. લગ્ન બાદ ઋષભ અને સપના વચ્ચે વિવાદ થયો હતો કારણ કે સપના અવારનવાર તેના પ્રેમી સાથે ફોન પર વાત કરતી હતી.

આ પછી સપનાએ પ્રેમી રાજુ સાથે મળીને પતિ ઋષભ અને સસરાને રસ્તામાંથી દૂર કરવાનો પ્લાન બનાવ્યો. સૌપ્રથમ તો સપનાએ તેના સસરાની હત્યા કરી પછી પતિની હત્યાની સુપારી આપીને તેને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. ડાયાબિટીસનો દર્દી હોવા છતાં ઋષભને ગ્લુકોઝ આપવામાં આવ્યું હતું. આ સાથે ઝેરી ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. જેના કારણે ઋષભનું મલ્ટી ઓર્ગન ફેલ થઈ ગયું અને તેનું મોત થઈ ગયું. આ કેસમાં પોસ્ટ મોર્ટમ નિષ્ણાતે જણાવ્યું કે મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ ન હોય ત્યારે વિસેરા સાચવવામાં આવે છે.

જેમાં મૃતકના શરીરમાંથી આંતરડાના ભાગ એટલે કે આંતરડા, હૃદય, કિડની, લીવર વગેરે અંગોના નમૂના લેવામાં આવે છે. સેમ્પલની તપાસ કરીને ખબર પડશે કે ઋષભના શરીરમાં કઈ પ્રકારની દવાઓ આપવામાં આવી હતી, જે મૃત્યુનું કારણ બની હતી. જો કોઈ ઝેરી દવા આપવામાં આવી હશે તો તે પણ શોધી કાઢવામાં આવશે. પોલીસે આ કેસમાં ઋષભની પત્ની સપના, પડોશી કલ્યાણપુરના રહેવાસી સતેન્દ્ર સિંહ યાદવ, મેડિકલ સ્ટોર ઓપરેટર, તેના પ્રેમી નરવાલ રાયપુર નિવાસી રાજ કપૂર અને રાજ કપૂરના ભાગીદાર સતેન્દ્ર વિશ્વકર્માની ધરપકડ કરી છે.

Shah Jina