ખબર

દીકરી છેલ્લા 3 દિવસથી ફોન કરતી હતી પણ કોઈ ઉપાડતું નહોતું, દુકાન પર જઈને ફ્રીઝ ખોલ્યું તો બધા ધ્રુજી ઉઠ્યા

3 દિવસથી જે પિતાને ફોન કરી રહી હતી દીકરી, દુકાન પર જઈને જોયું તો જોનારાના ઊભા થઇ ગયા રૂંવાડા

ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણીવાર અંગત અદાવતને કારણે તો ઘણીવાર કોઇ વાતનો ખાર રાખી અથવા તો કોઇ અન્ય કારણો હોય છે. ત્યારે ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાંથી એક એવો મામલો સામે આવ્યો, જે જાણી બધા હેરાન રહી ગયા. અહીં એક કિરાણાની દુકાનમાં રાખેલ ડીપ ફ્રિઝરમાંથી ત્રણ દિવસ જૂની લાશ મળી આવી. મૃતકની દીકરી ત્રણ દિવસોથી તેના પિતાને ફોન કરી રહી હતી, પરંતુ ફોન રિસીવ નહોતો થઇ રહ્યો. મૃતકના સંબંધીએ જ્યારે દુકાનમાં રાખેલુ ફ્રિઝ ખોલ્યુ ત્યારે અંદરનો નજારો જોઇ તેમના રૂંવાડા ઊભા થઇ ગયા.

ફ્રીઝરમાં મૃતદેહ હોવાની માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. કાનપુરના બિઘનૂ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાડેસર ગામમાં રહેતા કુબેર સિંહની પોતાની એક કરિયાણાની દુકાન છે. કુબેરની પત્ની સુનીતાનું 20 વર્ષ પહેલા અકસ્માતમાં મોત થયું હતું. કુબેરને એક પુત્રી છે, જેના લગ્ન 7 વર્ષ પહેલા આગ્રામાં થયા હતા. અહેવાલો અનુસાર, મૃતક કુબેર સિંહને ત્રણ દિવસ પહેલા તેની પડોશમાં રહેતા લોકોએ જોયો હતો. મૃતકની પુત્રી છેલ્લા ત્રણ દિવસથી સતત તેના પિતાને ફોન કરતી હતી. જો કે ફોન રિસીવ થતો ન હતો.

આ અંગે દીકરીએ તેના કાકાના પુત્ર સુરેશને ફોન કરીને મામલો શું છે તે જાણવા ઘરે જવાનું કહ્યું હતું. આ પછી જ્યારે કુબેર સિંહનો ભત્રીજો દુકાને ગયો અને ડીપ ફ્રીઝર ખોલ્યું તો તેમાં કાકાની લાશ જોઈને તે ચોંકી ગયો. તેણે તરત જ આ અંગે પોલીસને જાણ કરી. પોલીસે જણાવ્યું કે, કુબેર સિંહ ખડેસર સ્થિત પોતાના ઘરમાં એકલો રહેતો હતો. પત્નીના અવસાન અને પુત્રીના લગ્ન પછી તેઓ સાવ એકલા પડી ગયા હતા. આવી સ્થિતિમાં તેણે ઘરે કરિયાણાની દુકાન ખોલી હતી. મૃતક કુબેર સિંહ મૂળ બાંદા જિલ્લાનો છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરવામાં આવી. કરિયાણાની દુકાનદાર કુબેર સિંહની હત્યા કેસમાં એવું સામે આવ્યું કે તેના માથા અને ગરદન પર ત્યાં સુધી વાર કરવામાં આવ્યા જ્યાં સુધી તેણે દમ ન તોડ્યો. મૃતકના શરીર પર ઘા મળી આવ્યા છે. અદાવતના કારણે હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. આ હત્યામાં એકથી વધુ લોકોની સંડોવણી પણ દેખાઇ રહી છે. મૃતકના ઘરની બહાર વીજળીના પોલ સાથે એક બલ્બ જોડાયેલો હતો. જેના કારણે તેમના ઘરમાં અને આસપાસ પ્રકાશ હતો.

હત્યારાઓએ આ બલ્બ તોડી નાખ્યો હતો. બીજી તરફ ઘરની અંદર તપાસ કરવામાં આવતા મીટરમાંથી વીજ વાયર કપાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે ઘરનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જે બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, એ માહિતી પણ સામે આવી છે કે, બાંદાના રહેવાસી એક કુસ્તીબાજ કુબેર સાથે પરિચિત હતા. તેની સાથે બે થી ત્રણ લાખ રૂપિયાની લેવડદેવડ પણ ચાલતી હતી. મળતી માહિતી મુજબ કુબેરના ઘરે કુસ્તીબાજની મહિલા સંબંધી આવતી હતી. ઘણા દિવસો સુધી રોકાતા હતા. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.