કલાસરૂમ બની ગયો અખાડો, છોકરીઓ એકબીજાના ચોટલા પકડીને ઝઘડવા લાગી, વીડિયો જોઈને લોકો બોલ્યા, “વિદ્યાના મંદિરમાં આ શું ચાલી રહ્યું છે ?, જુઓ

સ્કૂલમાં તમે જયારે ભણતા હશો ત્યારે ઘણીવાર કોઈને કોઈ બાબતને લઈને ઝઘડો જરૂર થઇ ગયો હશે, ઘણીવાર સ્કૂલમાં ઝઘડા એ હદ સુધી વધી જાય છે કે લોકો મારામારી ઉપર પણ આવી જાય છે, ત્યારે હાલ ઇન્ટરનેટ ઉપર એક એવો જ વીડિયો સામે આવ્યો છે જેમાં સ્કૂલની છોકરીઓ એકબીજાના ચોટલા પકડીને મારામારી કરતી જોવા મળી રહી છે.

આ વીડિયો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી. અહીંની એક ખાનગી શાળામાં ત્રણ છોકરીઓ વર્ગખંડમાં એકબીજા સાથે લડતી જોવા મળી. આ છોકરીઓએ એકબીજાના વાળ પકડીને બેન્ચ પર માથું માર્યું. ઘટનાસ્થળે હાજર એક વિદ્યાર્થીએ હુમલાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં ખાસ વાત એ છે કે ત્રણેય યુવતીઓ એકબીજાના નામની બૂમો પાડતી રહી અને તેમની સાથે મારામારી કરતી રહી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે આ વીડિયો કઈ સ્કૂલનો છે તેની પુષ્ટિ થઈ નથી.

વાયરલ થઈ રહેલો 30 સેકન્ડનો વીડિયો કાનપુરના આઝાદ નગરમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલનો જણાવવામાં આવી રહ્યો છે, જેમાં છોકરીઓ વાળ ખેંચીને એકબીજા સાથે લડતી જોવા મળી રહી છે. વાયરલ વીડિયોમાં સોશિયલ મીડિયા પર લોકો કમેન્ટ કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે આ જ અસલી રમખાણ છે તો કોઈએ પુષ્પા ફિલ્મ સાથે આ લડાઇને જોડી દીધી. ત્યાં પોલીસ પ્રશાસન તરફથી હજુ સુધી આ મામલે કોઈ નિવેદન બહાર આવ્યું નથી. વાયરલ વીડિયો કાનપુર સ્થિત ડીપીએસનો જણાવવામાં આવી રહ્યો છે.

કાનપુર જિલ્લામાંથી આ પ્રકારના મામલા આવી ચૂક્યા છે. આ કેસનો વીડિયો વાયરલ થતા જ શાળામાં શિસ્તનો ભંગ કરવામાં આવ્યો હતો, સાથે જ શાળાની પણ બદનામી થઈ રહી છે. સોશિયલ મીડિયામાં વીડિયો પર લોકોની પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે. ‘દૈનિક ભાસ્કર’ના અહેવાલ અનુસાર, DPS આઝાદ નગરના ડિરેક્ટર આલોક મિશ્રાએ કહ્યું, “આ વીડિયો મારી સ્કૂલનો નથી. તે કાનપુરના અન્ય DPSનો છે. આ સાથે તેણે એમ પણ કહ્યું કે આ વીડિયો જૂનો છે.

Niraj Patel