હે ભગવાન ! રેલિંગ તોડીને સીધી જ નીચે નદીમાં ઊભી રહી ગઇ બસ,જુઓ દર્દનાક તસવીરો, લોકોએ આવી રીતે બચાવ્યો જીવ

લોકડાઉન બાદ લોકોના આવન જાવન પર થોડો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ઘણીવાર આ દરમિયાન અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે અને તેમાં જો બસના અકસ્માતનો કિસ્સો સામે આવે તો આપણને સાંભળીને જ હેરાની થઇ જતી હોય છે તો વિચારો કે તેમાં સવાર લોકોના જીવ તો અકસ્માતને કારણે તાળવે જ ચોંટી જતા હશે ને. આવો જ કિસ્સો હાલ સામે આવ્યો છે.

જયાં વરસાદ દરમિયાન તેજ રફતાર રોડવેજ બસ અનિયંત્રિત થઇને પુલથી નીચે નદીમાં સીધી ઊભી રહી ગઇ. આ દરમિયાન બસમાં સવાર તમામ યાત્રિઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટનાને જોઇ સ્થળ પર ગ્રામીણોની ભીડ એકત્રિત થઇ ગઇ. જો કે, બસમાં સવાર લોકોને સુુરક્ષિત બહાર નીકાળામાં આવ્યા.

ઘટનાની જાણ થતા જ પોલિસ અને પ્રશાસિક અધિકારી પણ સ્થળ પર પહોંચ્યા. આ ઘટના કાનપુરના બિલ્હૌરમાં જીટી રોડ પર થઇ હતી. એવું જાણવામાં આવી રહ્યુ છે કે, વરસાદ વધુ થઇ રહ્યો હતો. આ ઘટના ઉત્તરપ્રદેશના કાનપુરની છે. આ દરમિયાન પેસેન્જર લઇને કાનપુરથી આવી રહેલ બસ અચાનક જ અનિયંત્રિત થઇ ગઇ અને બસ પુલથી ટકરાઇ નદીમાં પડી ગઇ.

બસ અહીં પૂરી રીતે પલટી ખાઇ ગઇ ન હતી પરંતુ નદીમાં સીધી ઊભી રહી ગઇ હતી. આ ઘટના બાદ બસમાં સવાર તમામ યાત્રિઓ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. દુર્ઘટના જોઇ ગ્રામીણોએ વરસાદ દરમિયાન સીડી લગાવીને યાત્રિઓને સુરક્ષિત બહાર નીકાળવાનું શરૂ કરી દીધુ હતુ.

આ દરમિયાન યાત્રિઓ પૂરી રીતે ગભરાઇ ગયા હતા અને બારીઓના કાચ તોડી કેટલાક તો બહાર નીકળવાની કોશિશ કરતા પણ જોવા મળ્યા હતા. તો કોઇએ નદીમાં છલાંગ લગાવી પોતાનો જીવ બચાવ્યો. જો કે, આ દરમિયાન મહિલા બેબસ જોવા મળી હતી.

ગ્રામીણો દ્વારા બસને એક બાજુથી દોરી વડે બાંધવામાં આવી હતી. જેનાથી બસ નદીમાં ના પડી જાય. આ સાથે જ મહિલાઓને નીકાળવા માટે ત્યાં સીડી લગાવવામાં આવી, જેનાથી તેમને સુરક્ષિત બહાર નીકાળી શકાય. એ વાત સારી રહી કે નદીમાં પાણી ઓછુ હતુ અને તેને જ કારણે બધા યાત્રિઓને સરળતાથી અને સુરક્ષિત રીતે બહાર નીકાળવામાં આવ્યા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina