ઇશ્કની દીવાનગી… અરબપતિ બિઝનેસમેને ગર્લફ્રેન્ડ માટે કરી પત્નીની હત્યા, હેરાન કરી દેશે આ ગજબની કહાની

અરબપતિ વહુની ડાયરી- હું પત્ની નહિ, પત્ની જેવી છું…: પતિએ કરાવી હત્યા, એવો ભયંકર પ્લાન બનાવ્યો કે જાણીને વિશ્વાસ નહીં આવે. પોલીસ પણ ચોંકી ગઈ

કેટલીક ગુનાખોરીની વાતો પોલીસ માટે ન સમજાય તેવી કોયડા બની જાય છે. એવો કોયડો કે તેનો ઉકેલ શોધવો પોલીસ માટે કોઈ પડકારથી ઓછો નથી. આપણને અવાર નવાર આવા કિસ્સાઓ જોવા અને સાંભળવા મળે છે. પરંતુ એવા ઘણા કિસ્સાઓ હોય છે, જે પોલીસ માટે સમસ્યા બની જાય છે. આવા કેસો હાઈ પ્રોફાઈલ હોય છે કારણ કે મીડિયા, સરકાર અને જનતા તમામની નજર આવી ઘટનાઓ પર હોય છે. આવો જ એક કિસ્સો 8 વર્ષ પહેલા યુપીના કાનપુર શહેરમાંથી સામે આવ્યો હતો. તે કેસ અબજોપતિ ઉદ્યોગપતિની વહુની હત્યાનો હતો.

તમને જણાવી દઇએ કે, જ્યોતિ દાસાની હત્યા કેસમાં આખરે ચુકાદો આવી ગયો છે. જ્યોતિના હત્યારાઓને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી છે. 24 વર્ષીય જ્યોતિની તેના પતિ અને તેના પતિની પ્રેમિકાએ ઘાતકી હત્યા કરી હતી. આ કેસમાં કોર્ટે પીયૂષ દાસાની અને તેની ગર્લફ્રેન્ડ મનીષા માખીજા અને અન્ય 4 લોકોને દોષિત ઠેરવ્યા છે. 27 જુલાઈ 2014 રવિવારના રોજ આ હત્યાની ઘટના બની હતી. હત્યા બાદ આ ઘટનાને લૂંટમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ પિયુષના અલગ અલગ નિવેદનમાં શંકા જતા પોલિસે આ હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.

પોલીસે હત્યારા પિયુષ અને તેની સાથે હત્યામાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા. બીજા લગ્ન કરવા માટે પિયુષે તેની પત્ની જ્યોતિની હત્યા કરી હતી. ત્યારે શહેરના મોટા બિઝનેસ હાઉસ સાથે જોડાયેલી આ ઘટના મીડિયાની હેડલાઇન્સમાં રહી હતી. પતિની બેવફાઈનો ભોગ બનેલી કાનપુરની જ્યોતિની વ્યથાનો અંત ખૂબ જ દર્દનાક હતો. જીવતાં જીવતાં જ્યાં તેને પતિનો પ્રેમ ન મળ્યો અને આ દુનિયા છોડતાં પહેલાં તેણે જીવનના ગંભીર ડંખનો સામનો કરવો પડ્યો.

જ્યોતિએ પોતે ડાયરીમાં પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું. કાનપુર પોલીસને મળી આવેલી જ્યોતિની અંગત ડાયરીમાં ખુલાસો થયો કે કરોડપતિ બિસ્કિટ વેપારી પિયુષ શ્યામ દાસાનીના પત્ની જ્યોતિ સાથે લગ્નના પહેલા દિવસથી જ સારા સંબંધો નહોતા. જ્યોતિએ ડાયરીમાં લખ્યું હતુ કે, આમ તો હું પીયૂષની પત્ની છું, કોને કહેવું અને કેવી રીતે કહેવું કે હું પત્ની નથી, હું પત્ની જેવી છું તેણે મને ક્યારેય પત્નીનો દરજ્જો આપ્યો નથી. તે મને કંઈ સમજતો નથી, મને ખબર નથી કે તે મને કેમ નફરત કરે છે, પરંતુ પરિવારની બદનામીના ડરથી મેં આ વાત કોઈને કહી ન હતી

અને હંમેશા પત્નીની ભૂમિકા નિભાવતી રહી હતી. જ્યોતિએ આગળ લખ્યું, પિયુષ મને માનસિક રીતે હેરાન કરવાની કોઈ તક છોડતો નહોતો.પોલિસ પૂછરછમાં તે સમયે પિયુષની ગભરાટ તેના શબ્દોમાં દેખાવા લાગી અને આખરે તેણે કબૂલ્યું કે તેનું અને મનીષા કે જે તેની ગર્લફ્રેન્ડ હતી તેનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું અને તેથી જ તેણે જ્યોતિની હત્યા કરી હતી. પીયૂષને આ કામમાં તેના ડ્રાઈવર અવધેશ અને હાઉસ હેલ્પ રેણુ અને તેના અન્ય બે સહયોગીઓએ મદદ કરી હતી. આ કેસ છેલ્લા આઠ વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો હતો.

તપાસ દરમિયાન પોલીસને જ્યોતિની એક ડાયરી પણ મળી હતી જેમાં જ્યોતિએ ઘણી જગ્યાએ ઉલ્લેખ કર્યો હતો. પોલીસને પીયૂષ પર ત્યારે શંકા વધારે ઘેરાઇ જ્યારે તેમણે પિયુષના કોલ રેકોર્ડ્સ મેળવ્યા હતા. પીયુષે હત્યાના દિવસે એક નંબર પર 150 મેસેજ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ સિવાય બીજા નંબર પર પણ પીયૂષની સતત વાત થતી રહી છે. કોલ ડિટેલ્સ પરથી એવું પણ જાણવા મળ્યું કે આ એક નંબર પર પિયુષ અવારનવાર લાંબી-લાંબી વાતો કરતો હતો. જ્યારે આ નંબરની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ નંબર મનીષા માખીજા નામની યુવતીનો છે. મનીષા કાનપુરના બિસ્કીટના વેપારીની પુત્રી હતી. મનીષાના પિતાનું પણ પીયૂષના બિઝનેસ સાથે જોડાણ હતું.

Shah Jina