જાણો કોન હતો કાનપુરમાં ગુટખા ખાવા વાળો વાયરલ યુવક ? તેની સાથે જે યુવતી હતી તે તેની પત્ની નહિ પરંતુ…..

ગઈકાલથી કાનપુરમાં શરૂ થયેલ ટેટર્સ મેચનો આજે બીજો દિવસ હતો, પહેલા દિવસે ભારતની ટીમ દ્વારા સારી બેટિંગ કરવામાં આવી, પરંતુ આ દરમિયાન મેચમાંથી એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ મોઢામાં ગુટખા ભરી અને ફોન ઉપર વાત કરી રહ્યો હતો, વીડિયો વાયરલ થયા બાદ આ વ્યક્તિ ઉપર ઘણા બધા મીમ પણ સોશિયલ મીડિયામાં બનવા લાગ્યા હતા.

વાયરલ વીડિયોની અંદર દેખાઈ રહેલા તે વ્યક્તિ વિશે સોશિયલ મીડિયામાં પણ લોકો જાણવા માંગતા કે આખરે તે કોણ છે અને તેની સાથે જોવા મળી રહેલી યુવતી કોણ છે ? ત્યારે હવે આ સમગ્ર મામલાનો ખુલાસો થઇ ગયો છે, અને વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહેલા તે યુવકનું નામ શોભિત પંડિત છે.

શોભીતના જણાવ્યા અનુસાર તે તેની બહેન સાથે પહેલા દિવસે ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવ્યો હતો. તે વ્યવસાયે વ્યાપારી છે. તે ગુટખા ખાવાનો ખુબ જ શોખીન છે પરંતુ ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં તેની પાસેથી સુરક્ષાકર્મીઓએ ગુટખા લઇ લીધી હતી. ગુટખાની તલબનાં કારણે તેને તેની બહેન પાસેથી મીઠી સોપારી માંગીને મોઢામાં દબાવી લીધી હતી અને મેચ દરમિયાન જયારે કેમેરો તેના તરફ આવ્યો ત્યારે તે ગુટખા ખાતો જોવા મળ્યો.

શોભિતનું માનીએ તો તે હવે ગુટખાથી જલ્દી જ દૂર થઇ જશે અને તેના કારણે જ તે જયારે આજે ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં મેચ જોવા માટે પહોંચ્યો ત્યારે તેના હાથમાં “ગુટખા ખાવું ખોટું છે” એવું લખેલું એક પોસ્ટર પણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત શોભીતે એમ પણ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં તેની બહેન વિરુદ્ધ જે ખોટી ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે તે ના થવું જોઈએ અને તે સોશિયલ મીડિયાનો શિકાર ના બનવી જોઈએ.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ ઘણાસેલેબ્રિટીઓ પણ ફીરકી લેવાં માટે આવ્યા હતા. પ્રખ્યાત કોમેડીયન રજુ શ્રીવાસ્તવે પણ એક વીડિયો દ્વારા આને કાનપુરીયા અંદાજ જણાવ્યો હતો. તો આ ઉપરાંત પણ બીજા ઘણા સેલેબ્સે તેના મીમ પણ પોસ્ટ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel