8 પોલીસ કર્મીઓની હત્યા કરનાર મુખ્ય આરોપી વિકાસ દુબનું આજે પોલીઓસ એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું છે, વિકાસ દુબેને મધ્યપ્રદેશ પોલીસ ધ્વરા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ એસટીએફ ટિમ આજે સવારે આજે વિકાસને કાનપુર નાગર લાવવામાં આવી રહ્યો હતો. કાનપુર નાગર ભૌતિની પાસે પોલીસનું વાહન દુર્ઘટનાગ્રસ્ત થઈને પલ્ટી ગયું, જેની અંદર બેઠેલા પોલીસના જવાનો ઘાયલ થઇ ગયા. આ દરમિયાન અપરાધી વિનોદ દુબેએ પોલીસની બંધુક છીનવીને ભાગવાની કોશિશ કરી હતી.

પોલીસની ટિમ દ્વારા તેનો પીછો કરીને આતમર્પણ કરી દેવા માટે કહેવામાં આવ્યું, પરંતુ તે માન્યો નહિ અને પોલીસની ટીમે ઉપર વિકાસે ફાયરિંગ કરવાનું શરૂ કર્યું, પોલીસ ધ્વરા આત્મરક્ષા માટે જવાબમાં ફાયરિંગ કરવામાં આવ્યું, આ દરમિયાન વિકાસ દુબે ઘાયલ થઇ ગયો. જેને તાત્કાલિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, જ્યાં ઈલાજ દરમિયાન વિકાસ દૂબેનું મૃત્યુ થયું હતું.

કાનપુરના જીએસવીએમ મેડિકલ કોલેજના પ્રાચાર્ય ડોક્ટર આર.બી. કમલે પાત્રકારોને જણાવ્યું કે: “વિકાસ દુબેને ચાર ગોળીઓ વાગી હતી, ત્રણ ગોળી છાતીમાં અને એક હાથમાં, વિકાસ દુબેને મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો.”

તેમને એમ પણ જણાવ્યું કે આ મુઠભેડમાં ત્રણ સિપાહી ઘાયલ થયા જેમને મલ્ટીપલ ઇન્જરી થઇ છે. બે પોલિકર્મીઓને ગોળી અડીને પસાર થઇ ગઈ છે. જેમની હાલત સ્થિર છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.