ઉદ્યોગપતિ રાહુલ ગુપ્તાની પત્ની એકતાનો મૃતદેહ શનિવારે રાત્રે કાનપુરના ડીએમ આવાસ કેમ્પસમાં દફનાયેલી હાલતમાં મળી આવ્યો હતો. મહિલાનું 4 મહિના પહેલા એક જિમ ટ્રેનર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ પરથી તેની હત્યા કરી દેવામાં આવી. શનિવારે જિમ ટ્રેનર વિમલ સોનીની પોલીસે ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે કહ્યું કે તેણે 24 જૂને એકતાની હત્યા કરી હતી.
જીમ ટ્રેનરે મહિલાની હત્યા કરી તેના મૃતદેહને ડીએમ કમ્પાઉન્ડમાં દફનાવી દીધો. તેણે કહ્યુ કે એકતાની મોત એક જ પંચ મારવાથી થયું હતું. બંનેનું અફેર હતું, પણ આ દરમિયાન તેના લગ્ન બીજી છોકરી સાથે નક્કી થઈ ગયા. આરોપીએ કહ્યુ- હું તેની સાથે આ વિશે વાત કરવા માંગતો હતો કારણ કે તે નારાજ હતી. હું તેને સવારે જીમમાંથી મારી કારમાં એકાંત સ્થળે લઈ ગયો, જ્યાં અમારી બંને વચ્ચે ઝઘડો થયો અને ગુસ્સામાં મેં તેની ગરદન પર મુક્કો માર્યો, જેના કારણે તેનો જીવ જતો રહ્યો.આરોપી વિમલ સોનીએ જે રીતે યોજના બનાવી હતી, તેણે ચાર મહિના સુધી કામ કર્યું, જો કે આખરે પોલીસે શનિવારે રાત્રે જિમ ટ્રેનરની ધરપકડ કરી.
પોલીસ પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તેણે એકતા ગુપ્તાની હત્યા કરી હતી, જેના લગ્ન સ્ટોક ટ્રેડર રાહુલ ગુપ્તા સાથે થયા હતા. ડીસીપીએ જણાવ્યુ કે જિમ ટ્રેનરે એકતા ગુપ્તાની હત્યા એટલા માટે કરી કારણ કે તે તેના થવાના લગ્નથી નારાજ હતી. 24 જૂને વિમલે એકતાને સવારે જીમમાંથી લીધી અને ચર્ચા કરવા માટે એકાંત સ્થળે લઈ ગયો. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ અને પછી ગુસ્સામાં તેણે એકતાને મુક્કો માર્યો. ગરદન પર મુક્કો મારતાની સાથે જ તેનું મોત થયુ.
વિમલ સોનીએ જણાવ્યું કે તેણે દ્રશ્યમ ફિલ્મ જોઈ હતી. આનાથી પ્રેરિત થઈને તેણે મૃતદેહના નિકાલ માટે ડીએમ કમ્પાઉન્ડને પસંદ કર્યું, એવું માનીને કે અહીં કોઈને કંઈપણ શંકા નહિ જાય. એટલું જ નહીં તે આ જગ્યાને સારી રીતે જાણતો હતો કારણ કે તે અવારનવાર અહીં આવતો હતો. તેથી જ સવારે હત્યા કર્યા બાદ તે મોડી રાત્રે મૃતદેહને ડીએમ કમ્પાઉન્ડમાં લઈ ગયો અને ત્યાં દફનાવી દીધો.
પોલીસે એમ પણ કહ્યું કે તેણે કથિત રીતે જે જગ્યાએ હત્યા કરી હતી તે ડીએમ કમ્પાઉન્ડથી માત્ર 100 મીટર દૂર હતી. અધિકારીએ જણાવ્યું કે આરોપીએ જિલ્લા મેજિસ્ટ્રેટના કેમ્પ ઓફિસ-કમ-નિવાસની બાજુમાં ઓફિસર્સ ક્લબની અંદર 8 ફૂટ ઊંડો ખાડો ખોદીને ત્યાં લાશને દફનાવી દીધી. આટલું જ નહીં પ્લાન મુજબ, આરોપીએ પ્લાન મુજબ મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાથી પણ પરહેજ કર્યો હતો. કાનપુરના બિઝનેસમેન રાહુલ ગુપ્તાની પત્ની એકતા ગુપ્તા દરરોજ સવારે ગ્રીન પાર્ક વિસ્તારમાં જિમ કરવા જતી હતી.
24 જૂને પણ તે સવારે 5:30 વાગે જિમ જવા નીકળી હતી પરંતુ પરત ન આવતા પતિએ જિમ ટ્રેનર વિરુદ્ધ પોલીસમાં એકતાના અપહરણની FIR નોંધાવી. જોકે, પોલીસનું કહેવું છે કે બંને વચ્ચે લગભગ એક વર્ષથી અફેર ચાલતું હતું. જ્યારે આરોપીના લગ્ન અન્ય કોઈ યુવતી સાથે નક્કી થયા હતા ત્યારે એકતાએ તેની સાથે ઝઘડો શરૂ કર્યો અને વિવાદ એટલો વધી ગયો હતો કે વિમલ સોનીએ તેને મુક્કો માર્યો અને તેનું મોત થયું.