10 મહિના પહેલા થયા હતા પ્રેમ લગ્ન, અચાનક એક દિવસ થયુ એવું કે જાણીને પગ નીચેથી જમીન ખસી ગઇ

હાલ એક અજીબો ગરીબ મામલો સામે આવી રહ્યો છે. એક વ્યક્તિ જેણે 10 મહિના પહેલા ઘણા સપનાઓ સાથે તેની પ્રેમિકા સાથે લવ  મેરેજ કર્યા હતા. તે હવે પોલિસ સ્ટેશનના ચક્કર કાપી રહ્યો છે. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે બધુ જ ઠીક ચાલી રહ્યુ હતુ. પરંતુ અચાનક જ પતિ સામે એક વીડિયો આવ્યો અને તે વીડિયો જોઇ તેના હોંશ ઉડી ગયા.

ઉત્તરપ્રદેશના કાાનપુરમાં યુવકને પ્રેમમાં દગો મળ્યો. પોલિસ પાસે પહોંચેલા યુવકે જણાવ્યુ કે, તેના લવ મેરેજના 10 મહિના બાદ પત્નીને ખબર નહિ શુ થયુ કે હવે તે તેની સાથે રહેવા માટે તૈયાર નથી. પત્ની તેની માતા સાે ઘરેથી જ્વેલરી અને રોકડ લઇને જતી રહી. હવે તેણે બીજા લગ્ન કરી લીધા.

આ વાતની જાણ પત્નીના બીજા લગ્નનો વીડિયો સામે આવ્યા બાદ થઇ. પીડિત યુવક પત્નીનો આ વીડિયો લઇને પોલિસ પાસે પહોંચ્યો. પોલિસ આ મામલે તપાસ કરી રહી છે. કાનપુરના બાબૂપુરવાના રહેવાસી અમિત શર્માએ જણાવ્યુ કે, ગોવિંદ નગર કાચી વસ્તીની રહેવાસી રૂચિ શર્મા સાથે તેનો પ્રેમ સંબંધ હતો. બંનેએ 4 જૂન 2020ના રોજ આર્યસમાજ મંદિરમાં ઘરવાળાની મરજીથી લગ્ન કર્યા હતા. કોરોનાને કારણે લગ્નમાં ઘરના લોકો જ હાજર રહ્યા હતા.

આ લગ્નનું સર્ટિફિકેટ પણ તેની પાસે છે. તે બંને ખુશી ખુશી જીવન જીવી રહ્યા હતા. લગ્નના ચાર મહિના બાદ 23 સપ્ટેમ્બરે પત્નીની માતા તેના ઘરે આવી. તેણે કહ્યુ કે, પરિવારમાં કોઇના લગ્ન છે. આ બહાને તે રૂચિને તેની સાથે લઇ ગઇ. રૂચિ તેની સાથે ઘરેથી 50 હજારની રોકડ અને જ્વેલરી પણ સાથે લઇ ગઇ.

પિયર ગયા બાદ રૂચિનો મોબાઇલ બંધ હતો. તે પત્નીને લેવા તેના ઘરે પહોંચ્યો તો તેણે આવવાની ના કહી દીધી. તેને ઘણી સમજાવવામાં આવી પરંતુ તે જવા માટે તૈયાર થઇ નહિ. તે બાદ આ મામલે તપાસ કરવાની શરૂ કરી તો  હેરાન કરી દેનારી હકિકત સામે આવી.

પ્રતિકાત્મક તસવીર

અમિતે જણાવ્યુ કે તેણે છૂટાછેડા લીધા વગર જ કોઇ બીજા વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા. તેને પહેલા તો વિશ્વાસ ન થયો પરંતુ તપાસ કરતા રતનલાલ નગરમાં બનેલ આર્યસમાજ મંદિરમાં તે પહોચ્યો અને પત્નીના બીજા લગ્નનો વીડિયો તેને મળ્યો. આ વીડિયો જોઇ તેના હોંશ ઉડી ગયા. 2 જુલાઇ 2021ના રોજ તેણે બીજા લગ્ન કર્યા હતા. અમિતનું કહેવું છે કે, તેની પત્ની અત્યાર સુધી ત્રમ લગ્ન કરી ચૂકી છે.

Shah Jina