ખબર

દીકરીના લગ્નની કંકોત્રી વહેંચવા જતા નીકળ્યા  માંડ્યું પિતા પુત્રને…લગ્નની ખુશીઓ બદલાઈ ગઈ માતમમાં

દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઠેર ઠેર અઢળક લગ્નો પણ થઇ રહ્યા છે, ત્યારે લગ્નની સીઝનમાં જે ઘરમાં લગ્ન હોય તે ઘરમાં ખુશીઓનો માહોલ જોવા મળે છે. પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે લગ્નવાળા ઘરમાં કોઈ એવી ઘટના ઘટતી હોય છે જેના કારણે આખો જ માહોલ શોકમાં પરિણમતો હોય છે. હાલ એવી જ એક ઘટનાની માહિતી સામે આવી છે, જેમાં લગ્નની કંકોત્રી વહેંચવા નીકળેલા પિતા પુત્રને અકસ્માત નડતા તેમનું મોત નીપજ્યું હતું.

આ ગોજારી ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના કનોજ જિલ્લ્માંથી. જ્યાં એક બાપ અને દીકરો લગ્નનું આમંત્રણ આપવા માટે બાઈક લઈને જતા હતા ત્યારે જે તેમને એક ટ્રકે ટક્કર મારી દીધી. આ ઘટનામાં પિતા પુત્રનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા જ જે ઘરમાં લગ્નના માહોલની ખુશીઓ જામી હતી ત્યાં શોક વ્યાપી ગયો. આ ઘટનાને અંજામ આપીને ટ્રક ચાલક પણ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર નાથાપુરા ગામના રહેવાસી 50 વર્ષીય અવધેશ દૂબેની દીકરી કોમલના લગ્ન 15 ફેબ્રુઆરીના રોજ થવાના હતા. તેમનો દીકરો 26 વર્ષીય આદિત્ય બરેલીના એક ફર્નિચરના કારખાનામાં કામ કરતો હતો અને લગ્નના કારણે 28 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે આવ્યો હતો.  રવિવારના રોજ સવારે અવધેશ પોતાના દીકરા આદિત્ય સાથે લગ્નની કંકોત્રીઓ વહેંચવા માટે પોતાના ઘરેથી નીકળ્યા હતા.

ત્યારે જ પાલ ચાર રસ્તા પાસે જ બાયપાસ પર પૂર પાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે તેમની બાઈકને જબરદસ્ત ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં અવધેશ અને આદિત્ય ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. દુર્ઘટનાનો શિકાર બનેલા આ બાપ દીકરાએ હેલ્મેટ પણ નહોતું પહેર્યું. ત્યારે ઘટનાની જાણ થતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને લાશને કબજામાં લઈને અકસ્માત સર્જીને ફરાર થઇ જનારા ટ્રક ચાલાક વિરુદ્ધ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.