ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા દુખદ સમાચાર, એક્ટ્રેસ શોભિતાએ 30 વર્ષની ઉંમરમાં દુનિયાને કહ્યુ અલવિદા; જુઓ તસવીરો નીચે

સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુના પિતાના નિધન બાદ હવે સાઉથ સિનેમામાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં કન્નડ ફિલ્મની જાણીતી અભિનેત્રી શોભિતા શિવન્નાએ 30 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. અહેવાલ મુજબ અભિનેત્રી તેના હૈદરાબાદના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. આ સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

અભિનેત્રીના નિધન બાદ છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. અહેવાલ મુજબ, કન્નડ અભિનેત્રી શોભિતા શિવન્ના તેના હૈદરાબાદના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે 30 નવેમ્બરની મોડી રાત્રે આત્મહત્યા કરી હતી. જો કે કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અભિનેત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

અભિનેત્રીના અંતિમ સંસ્કાર બેંગલુરુમાં કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે શોભિતા કર્ણાટકના હસન જિલ્લાના સકલેશપુરની રહેવાસી હતી, અને છેલ્લા બે વર્ષથી હૈદરાબાદમાં રહેતી હતી. અભિનેત્રીના મૃત્યુનું સાચું કારણ હજુ સામે આવ્યું નથી. શોભિતાએ ‘ગલીપાટા’, ‘મંગલા ગૌરી’, ‘કોગિલે’, ‘કૃષ્ણા રુક્મિણી’ અને ‘અમ્માવરુ’ સહિત 10થી વધુ લોકપ્રિય ટીવી શોમાં જોવા મળી છે.

ત્યાં ટીવી સિરિયલ ‘એરાડોંડલા મૂરુ’ અને ‘જેકપોટ’ જેવી ફિલ્મોમાં પણ નજર આવી ચૂકી છે. શોભિતાએ તેના તાજેતરના કન્નડ ફિલ્મ શો ‘ફર્સ્ટ ડે ફર્સ્ટ’ને સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પ્રમોટ કર્યો હતો. શોભિતાએ છેલ્લે 16 નવેમ્બરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે ગિટાર વગાડતા એક ગાયકને રેકોર્ડ કર્યો હતો. અભિનેત્રીના ચાહકો હજુ પણ તેના મૃત્યુના સમાચાર પર વિશ્વાસ કરી શકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Shobitha Shivanna (@shobithashivanna)

Shah Jina
error: Unable To Copy Protected Content!