ફિલ્મી દુનિયા

આ જાણીતી સિંગરે કરી’તી આત્મહત્યા, સુસાઇડ નોટમાં કહ્યું કે, મારા પતિ ને ના છોડતા

પતિના ત્રાસ અને ગૃહ કંકાસને કારણે વધુ એક કલાકારે ફાંસી પર લટકીને તેની જિંદગીનો અંત આણી દીધો છે. દક્ષિણ સિનેમાની ગાયિકાએ સોમવારે વોટસઅપ પર સુસાઇડ નોટ લખીને જિંદગીનો અંત આણી દીધો હતો.

Image Source

મીડિયા રિપોર્ટ અનુસાર, કન્નડ સિંગર સુષ્મિતાએ તેની માતાના ઘરે ફાંસીના ફંદે લટકાઈને આત્મ હત્યા કરી લીધી હતી. ખબરોનું માનીએ તો સુષ્મિતાએ તેના પતિના ત્રાસની કંટાળીને આ પગલું ભર્યું હતું.સુષ્મિતાએ દોઢ વર્ષ પહેલા પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા શરતકુમાર સાથે લગ્ન કર્યા હતા. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી શરતની ધરપકડ કરવા શોધખોળ હાથ ધરી છે.

Image Source

સુષ્મિતાએ સુસાઇડ કરતા પહેલા તેની માતાને એક વોઈસ મેસેજ કર્યો હતો. જેમાં તેને લખ્યું હતું કે, મારા પતિને તમને છોડતા નહીં. મને માફ કરી દેજો. મેં તેને મને હેરાન ના કરવા માટે ઘણી વાર મનાવ્યા હતા. પરંતુ માન્યા ના હતા. મેં તેને હંમેશા તકલીફ ના દેવા માટે કહ્યું હતું પરંતુ તેને મારી વાતને કયારે પણ ધ્યાનમાં લીધી ના હતી. હું મારા કર્મની સજા ભોગવી રહી છું.

Image Source

વધુમાં સુષ્મિતાએ તેના લગ્નજીવનની પરેશાનીઓને લઈને પણ કહ્યું હતું. મેં મારા લગ્નજીવનને લઈને કોઈને પણ કયારે પણ કંઈ કહ્યું ના હતું. મારા પતિ મને એક શબ્દ બોલવાની અનુમતિ આપી ના હતી. તે હંમેશા મારી સાથે ઝઘડો કરી ને મને ઘર છોડીને ચાલ્યા જવાનું કહેતા હતા. હું એના ઘરે મરવા માંગતી ના હતી. હું મારુ જીવન મારા સ્થાન પર જ પૂરું કરવા માંગતી હતી.

Image Source

સુષ્મિતાએ તેના પરિવારની ચિતા કરતા કહ્યું હતું કે, ‘અમ્મા, હું તમને બહુ જ યાદ કરું છું. મને ખબર છે કે, અમારો નાનો ભાઈ સચિન તમારી ધ્યાન રાખી શકશે. મને આપણા મૂળ સ્થાન પર લઇ જઈ મારા અંતિમ સંસ્કાર કરવા. મારો ભાઈ સચિને મારા અંતિમ સંસ્કાર કરવા જોઈએ.

જણાવી દઈએ કે, સુષ્મિતાએ શ્રી સમાન્ય અને હાલુ ઠુપ્પા’ જેવી કન્નડ ફિલ્મમાં ગીત ગાયા હતા.

Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.