પત્નીના મોતના 3 મહિના બાદ જ આ અભિનેતાની તેના જ ઘરમાં લોહીથી લથબથ હાલતમાં મળી લાશ, જાણો સમગ્ર મામલો

32 વર્ષના અભિનેતાની થઇ દર્દનાક હત્યા, 3 મહિના પહેલા એના બૈરાનું મૃત્યુ થયું, હવે ડાઉટ છે કે…

દેશભરમાં હત્યા અને આત્મહત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે, ઘણા કિસ્સાઓમાં અંગત અદાવતમાં હત્યા કરી દેવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે, પરંતુ હાલમાં એક અભિનેતાની હત્યાનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે. કન્નડ અભિનેતા સતીશ વજ્રની હત્યાના મામલાએ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ ઉભો કર્યો છે.

ગઈકાલે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક મોટો ઝટકો લાગ્યો, કારણ કે કન્નડના પ્રખ્યાત અભિનેતા સતીશ વજ્રનું અવસાન થયું. પોલીસને ઘરમાંથી લોહીથી લથબથ તેની લાશ મળી આવી હતી. સતીશ બેંગ્લોરમાં રહેતો હતો, એવું લાગે છે કે કોઈએ તેની હત્યા કરી છે. ત્રણ મહિના પહેલા તેની પત્નીનું પણ અવસાન થયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર તેની પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. સતીશના મોતથી ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો છે, પોલીસને શંકા છે કે સતીશની હત્યા અન્ય કોઈએ નહીં પણ તેની પત્નીના ભાઈ એટલે કે તેના સાળાએ કરી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, જ્યારે સતીશ વજ્રના ઘર માલિકે જોયું કે ફ્લેટમાંથી લોહી નીકળતું હતું, ત્યારે તેણે પોલીસને જાણ કરી, જ્યારે પોલીસે ફ્લેટ ખોલ્યો, ત્યારે સતીશનો મૃતદેહ જમીન પર લોહીથી લથપથ જોવા મળ્યો હતો. પોલીસ સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

કર્ણાટકના માંડ્યા જિલ્લાના વતની સતીશ વજ્રાએ ફિલ્મ ‘લગોરી’થી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું, તે ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ કરતા હતા. સતીશ તેના પરિવાર સાથે બેંગ્લોરના આરઆર નગરમાં રહેતો હતો. રવિવારે બે અજાણ્યા લોકોએ સતીશ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો અને તેની હત્યા કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

Niraj Patel