ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા દુઃખદ સમાચાર, 35 વર્ષિય આ એક્ટરનું સુસાઇડના કારણે નિધન- પરિવારને દુઃખનો પાર નથી- જાણો મેટર 

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક દિવસથી દુખદ ખબર સામે આવી રહી છે. ભૂતકાળમાં એવા ઘણા પ્રસંગો પણ બન્યા છે જ્યારે સેલેબ્સ અને ચાહકોની આંખોમાં આંસુ આવી ગયા હોય. ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં આકાંક્ષા દુબે, બોલિવૂડમાં સતીશ કૌશિક અને હાલમાં જ દિગ્ગજ દિવંગત ડાયરેક્ટર યશ ચોપરાના પત્ની પામેલા ચોપરાના નિધન બાદ હવે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

35 વર્ષીય ટીવી અને ફિલ્મ અભિનેતાનું અચાનક નિધન થતાં મનોરંજન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. આ અભિનેતાએ ઘણા પ્રખ્યાત શો અને ફિલ્મોમાં કામ કર્યું છે અને અહેવાલો અનુસાર, તેના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા. આ અભિનેતાના મોત પાછળનું કારણ આત્મહત્યા કહેવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે અમે બોલિવૂડ કે ભોજપુરી ઈન્ડસ્ટ્રીની નહીં પણ સાઉથ ઈન્ડસ્ટ્રીના એક અભિનેતાની વાત કરી રહ્યા છીએ.

જે ટીવી અને ફિલ્મ કલાકારના મોતની વાત કરવામાં આવી રહી છે તે કન્નડ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા સંપત જે રામ છે. સંપત જે રામના આકસ્મિક નિધનથી સમગ્ર કન્નડ ઉદ્યોગ શોકમાં ગરકાવ થઈ ગયો છે. જો કે, હાલ તો આ મામલાની કોઇ પુષ્ટિ થઇ નથી, પણ મીડિયા અહેવાલો અનુસાર સંપત જે રામનું મોત આત્મહત્યા દ્વારા થયું હોવાનું સામે આવ્યુ છે. તેમનો મૃતદેહ 22 એપ્રિલ 2023ના રોજ બેંગ્લોર નજીકના નેલ મંગલામાં તેમના ઘરેથી મળી આવ્યો હતો.

રિપોર્ટ્સ અનુસાર, તેને સારું કામ ન મળવાના કારણે તે ડિપ્રેશનમાં હતો અને કદાચ આ જ કારણે તેણે આટલું મોટુ પગલું ભર્યું હોઇ શકે છે.સંપત જે રામના નિધનના સમાચારે કન્નડ સિનેમા જગતને હચમચાવી દીધું છે. કન્નડ ટીવી સીરિયલ ‘અગ્નિસાક્ષી’માં સંપત જે રામે પોતાના અદભૂત અભિનયથી સૌના દિલ જીતી લીધા હતા.

Shah Jina