સરકારી નોકરી મેળવવાની ઈચ્છા દરેક લોકો રાખતા હોય છે અને તેના માટે તે મહેનત પણ કરતા હોય છે, ઘણા યુવાનો UPSC પાસ કરીને ક્લાસ 1ની પોસ્ટ પણ મેળવવા માંગતા હોય છે, પરંતુ આ સપનું ઘણા ઓછા લોકોનું પૂર્ણ થતું હોય છે, તો ઘણીવાર UPSC ક્લિયર કરીને નોકરી કરતા કેટલાક લોકોની કહાનીઓ પણ ઘણા લોકો માટે પ્રરણાદાયક બનતી હોય છે. આજે અમે તમને એવી જ એક મહિલા અધિકારીની કહાની જણાવીશું જે આજે વિદેશમાં ભારત સરકારની અધિકારી છે.
આ કહાની છે દિલ્હીની રહેવાસી કનિષ્કા સિંહની. જેણે તેના બીજા પ્રયાસમાં એટલે કે વર્ષ 2018માં UPSC પરીક્ષા પાસ કરી હતી. પ્રથમ વખત યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી એક્ઝામ પણ ક્લિયર ન કરી શકનાર કનિષ્કા સિંહ સાગર બીજા પ્રયાસમાં સિવિલ સર્વિસ એક્ઝામ 2018માં ઉત્તમ રેન્ક સાથે ક્વોલિફાય થઇ એટલું જ નહીં, બ્યુરોક્રેટ બનવાને બદલે તેણે ડિપ્લોમેટ બનવાનું પસંદ કર્યું.
સારો રેન્ક હોવા છતાં કનિષ્કાએ IASને બદલે IFSમાં જોડાવાનું પસંદ કર્યું, કારણ કે તે શરૂઆતથી જ ભારતીય વિદેશ સેવામાં જોડાવા માટે મક્કમ હતી. આ માટે તેણે તેના પરિવારજનો અને સંબંધીઓને પણ સમજાવવા પડ્યા હતા. કનિષ્કા હવે તુર્કમેનિસ્તાનના અશગાબાતના ભારતીય દૂતાવાસમાં સેકન્ડ સેક્રેટરી અને હેડ ઓફ ચાન્સરી તરીકે પોસ્ટેડ છે. કનિષ્કાએ IAS ઓફિસર અનમોલ સાગર સાથે લગ્ન કર્યા છે.
કનિષ્કા સિંહ દિલ્હીની છે અને તેણે લેડી શ્રી રામ કોલેજમાંથી મનોવિજ્ઞાનની ડિગ્રી મેળવી છે. કનિષ્કા રાજદ્વારી બનવા માંગતી હતી. આ માટે કનિષ્કાએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી શરૂ કરી. તેણીએ પ્રથમ વખત 2017માં યુપીએસસી સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા આપી હતી. જો કે તે તેને પાસ ના કરી શકી. અહીં તેણે પ્રથમ પ્રયાસમાં કરેલી ભૂલોમાંથી ઘણું શીખ્યું.
કનિષ્કાએ કહ્યું કે, પરીક્ષા માટે તેની તૈયારી સારી ન હતી અને ઘણી બધી મોક ટેસ્ટ ન આપવી તેને મોંઘી પડી. જો કે, તેણે તેની ભૂલો નોંધી અને ફરીથી પરીક્ષાની તૈયારી કરી. કનિષ્કાએ 2018માં UPSC પરીક્ષામાં બીજો પ્રયાસ કર્યો હતો અને આ વખતે તે સફળ રહી. સારો રેન્ક મેળવવા છતાં કનિષ્કાએ પોતાનું સપનું પૂરું કર્યું.