અમદાવાદની ફેમસ અભિનેત્રીને સાજિદ ખાને કહ્યું, ટૉપ ઉપર કર, મારે તારુ….આવી ગંદી ડિમાન્ડના આરોપમાં થયો ચોંકાવનારો ખુલાસો

જ્યારથી ફિલ્મ નિર્માતા સાજિદ ખાને બિગ બોસ 16માં એન્ટ્રી લીધી છે, ત્યારથી તેને શોમાંથી બહાર કરવાની માંગ કરવામાં આવી રહી છે. MeTooના આરોપોથી ઘેરાયેલા સાજિદ ખાનને બિગ બોસમાં બોલાવા બદલ ઘણી અભિનેત્રીઓએ તેની સામે મોરચો ખોલ્યો છે. દિયા ઔર બાતી હમ ફેમ ટીવી અભિનેત્રી કનિષ્કા સોનીએ પણ સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું કે ફિલ્મ નિર્માતાએ તેની સાથે પણ અમાનવીય વર્તન કર્યું હતુ. દિયા ઔર બાતી હમ ફેમ કનિષ્કા સોનીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે.

જેમાં તેણે સાજીદ ખાન પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. વીડિયોમાં તેણે કહ્યું કે, થોડા દિવસો પહેલા જ મેં મીડિયામાં એક ઈન્ટરવ્યુ આપ્યુ હતુ, જેમાં મેં કહ્યું હતું કે એક ડાયરેક્ટર-પ્રોડ્યુસરે મને ઘરે બોલાવીને કહ્યું હતું કે મારે તારું પેટ જોવું છે. ત્યારે મેં કોઇનું નામ નહોતું લીધું, પરંતુ હવે હું તેના પર ખુલીને વાત કરી રહી છું. કનિષ્કાએ કહ્યું- વર્ષ 2008માં જ્યારે મેં બે રિયાલિટી શો કર્યા હતા. તે સમયે હું સાજિદ ખાનને મળી હતી. પછી હું સેલિબ્રિટીઓના ઈન્ટરવ્યુ લેતી. મેં એક દિવસ સાજીદ ખાનને ઈન્ટરવ્યુ માટે કહ્યુ.

તેણે મને સાજીદ નડિયાદવાલાની ઓફિસમાં બોલાવી. મેં બાલ્કનીમાં તેમનો ઈન્ટરવ્યુ લીધો હતો અને અભિનયમાં કારકિર્દી બનાવવા વિશે વાત કરી હતી. જે બાદ તેણે મને તેના ઘરે બોલાવી. અભિનેત્રીએ કહ્યું કે, ‘હું તેના ઘરે પહોંચી. જ્યારે હું સાજીદ ખાન સાથે વાત કરવા તેના રૂમમાં ગઇ ત્યારે તેણે મને ઉભા થવા કહ્યું. તેણે મારુ ફિગર જોયુ અને કહ્યું કે તમે પરફેક્ટ છો. આ પછી તેણે મને કહ્યું કે હું એક ફિલ્મ બનાવી રહ્યો છું અને તેમાં હું દીપિકા પાદુકોણને લઈ રહ્યો છું. તારુ ફિગર સારુ છે. જે બાદ તેણે અભિનેત્રીને કહ્યુ કે, પેટ બતાવ.

જ્યારે મેં ના પાડી તો તેણે કહ્યું કે ચિંતા કરશો નહીં, હું તમને સ્પર્શ કરીશ નહીં. મેં તેને હાથ જોડીને કહ્યું કે હું મારું પેટ બતાવી શકતી નથી. આ પછી તેણે કહ્યું કે ઠીક છે તો હું તને મારી ફિલ્મમાં નહીં લઈ શકું. કનિષ્કાએ આગળ કહ્યું – હું દિયા ઔર બાતી હમના સમયે ફરીથી સાજિદ ખાનને મળી હતી. મને લાગ્યું કે હવે તે બદલાઈ ગયો હશે. હું તેને ફરીથી તેના ઘરે મળવા ગઇ અને મેં તેને ફિલ્મોમાં રોલ માટે પૂછ્યું. ત્યારે તેણે મને કહ્યું કે તું બહુ સાદી છોકરી છે. મને મારી ફિલ્મોમાં બોલ્ડ ગર્લ જોઈએ છે. મને નામો આપતા ડર લાગે છે કે આ લોકો મને મારી ન નાખે.

 

View this post on Instagram

 

A post shared by Kanishka Soni (@itskanishkasoni)

Shah Jina