બોલિવૂડની ફેમસ સિંગર કનિકા કપૂર ફરી એકવાર દુલ્હન બની ગઈ છે. બેબી ડોલ ફેમ સિંગરે તેના બોયફ્રેન્ડ ગૌતમ સાથે શનિવારે સાત ફેરા લીધા હતા. સિંગરના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. ચાહકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. લગ્ન પછી કનિકાએ ધમાકેદાર પાર્ટી પણ આપી હતી. આ પાર્ટીમાં તે તેના પતિ ગૌતમ સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. લગ્ન પછીની પાર્ટીમાં વર-કન્યા સહિતના મહેમાનોએ ખૂબ જ મસ્તી કરી હતી.
આ દરમિયાન કનિકા કપૂરે પતિ સાથે તેના હિટ ગીત બેબી ડોલ પર જોરદાર ડાન્સ કર્યો હતો. આ કપલે ઈન્સ્ટાગ્રામ પર મિત્રો સાથે પાર્ટીની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ પાર્ટીમાં કનિકાએ રેડ વન શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો, જ્યારે ગૌતમ બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યો હતો. કનિકા અને ગૌતમના મિત્રો બંનેને ખભા પર લઈ ડાંસ કરી રહ્યા હતા ત્યારે ડાન્સ કરતા કપલે લિપ કિસ પણ કરી હતી.
કપલનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. કનિકાએ તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેના મિત્રો દ્વારા પોસ્ટ કરેલી તસવીરો પણ શેર કરી છે. તસ્વીરોમાં તે ગૌતમ સાથે ડ્રિંક લેતી અને કેટલાક મિત્રો સાથે પોઝ આપતી જોવા મળે છે. કનિકાએ શનિવારે તેમના લગ્નની તસવીરો સાથે તેમના પતિ માટે એક સ્વીટ નોટ શેર કરી હતી. આ તસવીરો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યુ હતુ કે, પરીઓની કહાનીઓ તમારી સાથે થઇ શકે છે, બસ તેના પર વિશ્વાલ કરવો કયારેય બંધ ન કરો.
સપના જુઓ કારણ કે એક દિવસ તે સાચા થાય છે. મને મારો રાજકુમાર મળ્યો, મને મારો સહ-કલાકાર મળ્યો. અમારા મળવા માટે બ્રહ્માંડ ઘણુ આભારી છે. જણાવી દઈએ કે કનિકાના આ બીજા લગ્ન છે. કનિકાના પહેલા લગ્ન માત્ર 18 વર્ષની ઉંમરે બિઝનેસમેન રાજ ચંડોક સાથે થયા હતા. આ પછી કનિકા અને રાજને 3 બાળકો અયાના, સમારા અને યુવરાજ થયા. કનિકાના થોડા વર્ષો પછી છૂટાછેડા થઈ ગયા, ત્યારબાદ તેણે પોતાની સિંગિંગ કરિયર બનાવી.
View this post on Instagram
કનિકા કપૂર અને ગૌતમે 20 મેના રોજ સાત ફેરા લીધા છે. લગ્નમાં કનિકાએ પિંક કલરનો સુંદર લહેંગા પહેર્યો હતો, જેમાં તે અદ્ભુત લાગી રહી હતી. સિંગરના લહેંગા પર સફેદ એમ્બ્રોઇડરી વર્ક કરવામાં આવ્યું છે. તેણે હેવી જ્વેલરી અને મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. તે જ સમયે, ગૌતમ લાઇટ પિંક કલરની શેરવાનીમાં એકદમ હેન્ડસમ લાગે છે. તેણે મેચિંગ કેચ અને તેના ગળામાં ઘેરા રંગની માળા પહેરી છે.
View this post on Instagram
કનિકા કપૂરે તેની મહેંદી અને હલ્દી સેરેમનીની તસવીરો શેર કરી હતી, જેને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. કનિકાએ તેની હલ્દી સેરેમનીમાં ખૂબ જ ધૂમ મચાવી હતી. તેણે તેના પતિ ગૌતમ સાથે ખૂબ ડાન્સ કર્યો. આ ફોટા શેર કરતા ગાયકે કેપ્શનમાં લખ્યું, ‘જી, હું તને ખૂબ પ્રેમ કરું છું.’