ખબર ફિલ્મી દુનિયા

કનિકા કપૂરના ચાહકો માટે આવ્યા ખરાબ સમાચાર, પોલિસે ઘરે આવીને…

કોરોના વાયરસની પકડમાંથી ઠીક થઇને સ્વસ્થ થયા બાદ હોસ્પિટલથી પાછા ફર્યા પછી પણ બોલિવૂડની પ્રખ્યાત ગાયિકા કનિકા કપૂરની સમસ્યાઓનું નામ નથી લેવામાં આવતું. લખનૌમાં કનિકાના ઘરે પોલીસ પહોંચી ગઈ છે. પોલીસે કનિકાને તેના ઘરે પહોંચ્યા બાદ તેની સામે દાખલ કરવામાં આવેલી બેદરકારીની એફઆઈઆર સંબંધિત નોટિસ આપી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, પોલીસ અધિકારીઓએ કનિકાના ઘરની બહાર નોટિસ ચોંટાડી દીધી છે, જેમાં જણાવ્યું છે કે, આ કેસ માટે પોતાનું નિવેદન નોંધવા માટે કનિકાએ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે.

નોંધનીય છે કે, 30 માર્ચના રોજ લખનૌના સરોજિની નગર પોલીસ સ્ટેશનમાં કનિકા કપૂરે તેમનો ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવી હોવા છતાં અને કોરોના પોઝિટિવ હોવા છતાં જાહેર સ્થળોએ લોકોને મળવા માટે એક કેસ નોંધવામાં આવ્યો હતો. નોટિસ મળ્યા પછી કનિકાએ કહ્યું છે કે, આ મામલે અને સંબંધિત તપાસમાં તે પોલીસને પૂર્ણ સહયોગ કરશે.

કનિકાએ કહ્યું – સ્ક્રીનીંગ થઈ ગયું પણ તેને ક્વોરેન્ટાઇન પર જવાનું કહ્યું જ નહીં
ઉલ્લેખનીય છે કે, આ દિવસની શરૂઆતમાં કનિકાએ મૌન તોડતા ટ્વીટ કર્યું જેમાં કનિકાએ લખ્યું છે કે, તેનું મુંબઈ એરપોર્ટ પર સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું અને તે સ્વસ્થ છે. ત્યારે ક્વોરેન્ટાઇન જવાની કોઈ સલાહ આપવામાં આવી નહોતી.

કનિકા કપૂરે રવિવારે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ‘મને ખબર છે કે મારા વિશે ઘણી વાર્તાઓ બની છે. કેટલાક કારણો સર તેમાં વધારો થયો છે. કારણ કે હું આજ સુધી મૌન રહી છું. હું ચૂપ હતી એટલે હું ખોટી નહતી, તેના બદલે હું જાણતી હતી કે લોકોને ખોટી માહિતી આપવામાં આવી છે. હું ફક્ત લોકોની સત્યને જાતે સમજવાની રાહ જોતી હતી. હું મારા કુટુંબ, મિત્રો અને સપોર્ટર્સનો આભાર માનું છું જેમણે મને આવા સમયે સમજી. હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે આ સમયમાં તમે બધા સુરક્ષિત રહેશો. ‘

ક્વોરન્ટાઇનને લઇને કોઈ સલાહ નહોતી મળી
કનિકા કપૂરે આગળ લખ્યું, ‘હવે હું તમને સાચી વાત કહેવા માંગુ છું. હું હાલમાં મારા લખનૌના ઘરે માતા-પિતા સાથે સારો સમય પસાર કરી રહી છું. યુકે, મુંબઇ અને લખનઉમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હતા, તેઓએ કોવિડ -19 ના કોઈ લક્ષણો બતાવ્યા ન હતા પરંતુ તમામ પરીક્ષણો નકારાત્મક હતા.

હું 10 માર્ચે લંડનથી મુંબઇ આવી ત્યારે એરપોર્ટ પર પણ તપાસ થઈ હતી. તે સમયે ક્વોરેન્ટાઇનમાં રહેવા અંગે કોઈ સલાહ આપવામાં આવી ન હોતી. 18 માર્ચે યુકે માથી જે સલાહ આપવામાં આવી તે પ્રમાણે પોતાને અલગ રાખવા જણાવ્યું હતું. મને જાતે રોગના કોઈ લક્ષણો દેખાતા નહોતા, તેથી મેં મારી જાતને અલગ રાખી નહોતી.

ત્યાર બાદ જ્યારે હું 11 માર્ટના રોજ મુંબઇથી લખનઉ આવી ત્યારે એરપોર્ટ પર સ્ક્રિનિંગ કરવામાં આવી ન હતી. જ્યારે ત્યાં કોઇ વ્યવસ્થા જ ન હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.