ખબર

વિદેશમાં રહેલા પોતાના બાળકોને યાદ કરી રહી છે કનિકા કપૂર, ફોટો શેર કરતા ભાલુક થઇ- જાણો શું શું કહ્યું

બોલિવુડ સિંગર કનિકા કપૂર કોવિડ-19ની સારવાર લીધા બાદ પોતાના ઘરે લખનઉ ખાતે માતા-પિતા પાસે રહે છે. કોરોના પોઝિટિલ થયા બાદ પોતાના બાળકોને ખુબ જ મિસ કરે છે. લોકડાઉનના કારણે તે પોતાના બાળકોને મળી શક્તી નથી અને તે કનિકા માટે સૌથી મોટી પીડા છે.

જો કે સિંગર લાંબા સમયથી બીમારીથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી હતી, તથા પોતાના ઇમોશન્સને પણ કંટ્રોલ થતા ગયા પરંતુ જ્યારે જ્યારે તે એકદમ સ્વસ્થ થઇ ત્યાર બાદ તે બાળકો વિના પોતાને અધૂરી અનુભવી રહી છે.

કનિકાને લોકડાઉનમાં પોતાના ત્રણેય બાળકોને યાદ કરી રહી છે.પોતાની લાગણીને ફોટો સાથે સિંગરે ઇનસ્ટાગ્રામ પર શેર કરી. કનિકા કપૂર લખનઉમાં પોતાના પેરેન્ટ્સ સાથે સમય વિતાવી રહી છે અને માતા-પિતા સાથેના આ સમયને ઇન્જોય કરી રહી છે. કનિકાએ કોરોનાને માત આપીને ઘરે આવ્યા બાદ પોતાના ઇનસ્ટાગ્રામ પર પેરેન્ટ્સ સાથેની તસ્વીર પણ શેર કરી હતી. ફોટો સાથે તેણે લખ્યું હતું કે, પેરેન્ટ્સની સાથે સમય વિતાવવો ખુબજ સારું ફીલ કરી રહી છું. પરંતુ ખુશી તેના બાળકો વિના અધૂરી લાગે છે.

કનિકાએ પોતાના ત્રણ બાળકો એટલે કે અયાના, સમારા અને યુવરાજનો ફોટો શેર કર્યો છે. ફોટોમાં ત્રણ બાળકોને જોઇને કનિકા ભાવુક થઇ ગઇ. કનિકાએ કેપ્શનમાં લખ્યું છે કે, હું તમને લોકોને બહુ જ મિસ કરું છું,તે સાથે ઇમોશનલ મેસેજ લખ્યો કે,`જે વસ્તુને તમે પ્રેમ કરતા હોય, અથવા તો જેને તમે પ્રેમ કરી રહ્યાં હોય તો એમ માનો કે તમે જે ઇચ્છો છો, તે બધુ તમારી પાસે જ છે.’

ઉલ્લેખનીય છે કે, કનિકા કપૂર ભાગ્યે જ પોતાના બાળકોના સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે, પરંતુ લોકડાઉનમાં બાળકોથી દૂર રહીને તેણે આ રુલ તોડી નાંખ્યો છે. બાળકોની તસ્વીરોને જોઇને તે દિવસો પસાર કરી રહી છે. જો કે કનિકા અને તેમના બાળકો વીડિયો કોલ દ્વારા કનેક્ટ રહે છે. પરંતુ કનિકા દૂરી અને ગમ ઉદાસ કરવા લાગે છે.

કનિકા કપૂર બોલિવુડની પોપ્યુલર સિંગરમાંની એક છે. કનિકા વિદેશથી આવી ત્યાર બાદ તેનામાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. 3 વખત સારવાર અને રિપોર્ટ બાદ હવે તેને નેગેટિવ આવતા કનિકાને ઘરે જવાની છુટ આપી હતી. કનિકા લખનઉ પોતાના માતા-પિતા પાસે રહેવા ગઇ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.