બ્રિટેનના નવા હિંદુ PM ઋષિ સુનક સાથે બોલિવુડ સિંગએ કરી ખાસ મુલાકાત, તસવીરો આવી ગઈ સામે જુઓ

બ્રિટેનના નવા હિંદુ PM ઋષિ સુનકને મળતા જ ખુશખુશાલ થઇ ગઈ બોલીવુડની આ સુંદરી, યુઝર્સે કહ્યું મેડમ તમે નસીબદાર છો

ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે. ઋષિ સુનકને બ્રિટનના વડાપ્રધાન બનતા જ દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. આ સિદ્ધિ બદલ બોલિવૂડ સ્ટાર્સ પણ તેમને અભિનંદન આપી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડ સિંગર કનિકા કપૂર બ્રિટનના નવા વડાપ્રધાનને મળી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચોથી વાર્ષિક યુકે-ઈન્ડિયા એવોર્ડ્સ વીઆઈપી ઈવેન્ટનું તાજેતરમાં લંડનના ફેરમોન્ટ વિન્ડસર પાર્ક ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ઋષિ સુનક આ કાર્યક્રમ માટે યુકેના ચાન્સેલર ઓફ ધ એક્સચેકર ગેસ્ટ ઓફ ઓનર હતા.

આ જ ઈવેન્ટમાં બોલિવૂડ સિંગર કનિકા કપૂરને ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. તેમને યુકે-ભારત સાંસ્કૃતિક સંબંધોમાં યોગદાન માટે વિશેષ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ દરમિયાન કનિકાએ ઋષિ સુનક સાથે ખાસ મુલાકાત કરી હતી અને તેની સાથે ઘણી તસવીરો ક્લિક કરી હતી, જેની તસવીરો તેણે હવે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ઈવેન્ટની તસવીરો શેર કરતા કનિકાએ લખ્યું, ‘યુકેના પીએમ ઋષિ સુનકને મળવું ગર્વની વાત હતી.’ આ તસવીરોમાં કનિકા ઋષિ સુનક સાથે વાતચીત કરતી જોવા મળી રહી છે.

ચાહકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે અને કોમેન્ટ કરીને તેના પર પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે. જણાવી દઇએ કે, ભારતીય મૂળના ઋષિ સુનકે તાજેતરમાં જ બ્રિટનમાં સત્તાની બાગડોર સંભાળી છે. બુધવારે વડાપ્રધાન તરીકે સંસદમાં તેમનો પ્રથમ દિવસ હતો. જ્યારથી ઋષિ સુનક બ્રિટનના નવા પીએમ બન્યા છે ત્યારથી ખાસ કરીને ભારતીયો ખૂબ જ ઉત્સાહિત છે. 25 ઓક્ટોબર 2022ના રોજ ઋષિ સુનકના બ્રિટનના નવા પીએમ બનવાના સમાચાર મીડિયામાં છવાયેલા હતા.

ત્યારથી આ સમાચાર પર બોલિવૂડ સ્ટાર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ ટ્વીટ કરીને આ સમાચાર પર ખુશી વ્યક્ત કરી હતી. અનુપમ ખેરે પણ ભારતીય મૂળના ઋષિ સુનકે બ્રિટનમાં સત્તાની બાગડોર સંભાળવા પર ખુશી વ્યક્ત કરી હતી. સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ ટ્વીટ કરીને લખ્યું કે કોણે વિચાર્યું હશે કે જ્યારે ભારત અંગ્રેજોથી આઝાદીના 75 વર્ષની ઉજવણી કરશે ત્યારે અંગ્રેજોને ભારતીય મૂળના વડાપ્રધાન મળશે, જે પહેલા હિન્દુ પીએમ હશે.

Shah Jina