મનોરંજન

ખુબ જ સુંદર છે કનિકા કપૂર… પતિથી અલગ થઇ ગયા પછી બનાવી સિંગિંગમાં કારકિર્દી, વાંચો પુરી સ્ટોરી

સની લિઓનીનું ગીત ‘બૅબી ડોલ’ એક સમયે ખુબ ચર્ચિત થયું હતું. આ ગીતને સિંગર કનિકા કપૂરે ગાયેલું હતું, જેના પછીથી કનિકા કપૂર લોકોની નજરોમાં આવી ગઈ હતી. આ ગીત પછી કનિકા કપૂરે ઘણા ગીતો ગાયા પણ આ ગીત તેના ટોપ ગીતોમાંનું એક છે.

કનિકાની પર્સનલ લાઈફની વાત કરીયે તો તે લોકડાઉનના સમયે જ કોરોના પોઝિટિવ જોવા મળી હતી, જેના પછી તેને હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવી હતી. જો કે અમુક સમય પછી તેનો રિપોર્ટ નેગેટિવ આવતા તેને ઘરે જવા માટેની પરવાનગી આપી દેવામાં આવી હતી.

ખુબ ઓછા લોકો એ જાણતા હશે કે કનિકા ત્રણ બાળકોની માં છે અને તેના પતિ સાથે છૂટાછેડા થઇ ચુક્યા છે અને તે એકલી જ પોતાના બાળકોને ઉછેરી રહી છે. કનિકાની સુંદરતા કોઈ અભિનેત્રીથી કમ નથી.

બોલીવુડમાં ઘણા સુપરહિટ્સ ગીતો ગાઈ ચુકેલી કનિકાના લગ્ન વર્ષ 1997 માં એનઆરઆઈ બીઝનેસમૈન રાજ ચંડોક સાથે થયા હતા ત્યારે તેની ઉંમર માત્ર 18 વર્ષની જ હતી. પણ બંન્નેએ એકબીજાની સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો અને વર્ષ 2012 માં છૂટાછેડા લઈ લીધા, જેના પછીથી કનિકા ફરીથી પોતાના લખનૌ સ્થિત ઘરે રહેવા માટે ચાલી ગઈ.

લગ્ન તૂટવાનું કારણ એકબીજાના મત ભેદ જણાવવામાં આવ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં કનિકાએ જણાવ્યું હતું કે,”જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેનો પતિ અને પરિવાર એવું વિચારતો હતો કે મારે ગીત ગાઈને કારકિર્દી બનાવવી ન જોઈએ.

શરૂઆતમાં તો બિલકુલ ગીત ગાવાની પરવાનગી ન હતી. જેના પછી પતિ અને પરિવારના લોકોએ નિર્ણય લીધો કે કનિકા સિંગિંગને પોતાનું પ્રોફેશન નહીં બનાવે પણ પોતાના શોખ માટે તે સીંગીગની પ્રેક્સિટ કરી શકશે”.

કનિકાના ત્રણ બાળકો છે જેમાંથી દીકરી અયાના, સમારા અને દીકરો યુવરાજ છે. કનિકા ખુબજ સુંદર છે અને મોટાભાગે પોતાની દમદાર તસવીરો પોસ્ટ કરતી રહે છે.

કનિકાનો સિંગિગ કારકિર્દીનો પહેલો વિડીયો સોન્ગ વર્ષ 2012 માં રિલીઝ થયો હતો જેનું નામ ‘જુગની જી’ હતું.

Image Source

બૅબી ડોલ ગીત પછી કનિકાને લોકપ્રિયતા મળી હતી, આ સિવાય ટુકુર-ટુકુર, મૈં તેરી બાર્બી ડોલ, ચિટ્ટિયા કલાઇયા, દેસી લુક ગીતને પણ કનિકાએ પોતાનો અવાજ આપ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.