અજબગજબ દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

દાદાએ 3 ઘાયલ મોરની સેવા કરીને શરુ કરેલો આ સફર, હવે પૌત્ર સંભાળી રહ્યો છે 117 મોર- વાંચો બેસ્ટ સ્ટોરી

હાલ જયારે યુવા પેઢી કોઈ પણ લક્ષ્ય વિના સમય પસાર કર્યા કરે છે, અને ભૌતિક સુખ પાછળ દોડે છે ત્યારે ઓરિસ્સાના કટક જિલ્લામાં નારાજ ગામની નજીક તલગરમાં આવેલી પીકોક વેલીમાં 20 વર્ષીય યુવાન મોરની દેખભાળ કરીને રાષ્ટ્રની સેવા કરી રહયા છે.

ઓરિસ્સાના કટક નજીક પહાડની તળેટી પર બનેલી સિદ્ધેશ્વર ફાયરિંગ રેન્જ પીકોક વેલીના નામથી પ્રખ્યાત છે. ત્યારે અહીં કાન્હુચરણ બેહેરા, આ વેલીમાં 117 મોરની દેખભાળ કરી રહ્યો છે. કાન્હુચરણે આ કામ માટે એક કંપનીની નોકરીને પણ ઠોકર મારી દીધી હતી. વર્ષ 1999ના સુપર સાયક્લોન (ચક્રવાત) પછી, બે ઢેલ અને એક મોર ઘાયલ અવસ્થામાં આ વેલીમાં ભટકીને આવી ગયા હતા. પન્નુ બેહરા નામના એક વ્યક્તિએ એ ત્રણેય મોરની સેવા ખૂબ સારી રીતે કરી, જેના પછી આ મોર એ વેલીમાં જ રહેવા લાગ્યા. ધીરે ધીરે મોરની સંખ્યા 3 થી વધીને 60 થઈ ગઈ. આજે આ વેલીમાં 117 મોર છે. પન્નુને ગુજરી ગયાને લગભગ 6 વર્ષ જેટલો સમય વીતી ગયો છે.

પોતાના દાદાજીના નિધન પછી, તેમનો આ વારસો તેમના પૌત્ર કાન્હુચરણ બેહરાએ જાળવી રાખ્યો છે. મોરની સંભાળ રાખવાના જુનુનમાં તેણે એક કંપનીની નોકરીને ઠોકર મારી દીધી. પરંતુ તેનો મોરપ્રેમ જોઈને સરકારે તેને નોકરી પર રાખી લીધો. કાન્હુના એક અવાજ પર મોર અહીં ભેગા થઇ જાય છે.

મહાનદીના કાંઠે તડગડ અને નારાજ ગામ વચ્ચે બનેલી આ ફાયરિંગ રેન્જમાં પન્નુ બેહરા હોમગાર્ડ હતા. તેઓ અહીં વૃક્ષો વાવતા અને સાથે જ તેની સંભાળ પણ લેતા હતા. 1999ના ચક્રવાત પછી, ત્રણ મોર ચંડકા જંગલથી ભટકીને રેન્જમાં આવી પહોંચ્યા. પન્નુએ આમાંના એક મોરનું નામ રાજા રાખ્યું. પન્નુએ આમાંથી ઘાયલ મોરની પાટાપિંડી કરી, પછી ત્રણેને જંગલમાં છોડી દીધા. બીજા દિવસે મોર પાછા આવ્યા. પન્નુએ તેમને દાણા-પાણી આપ્યા. પછી તે મોર પાછા ગયા જ નહીં અને અહીંથી તેનો પરિવાર વધવા લાગ્યો.

પન્નુના મૃત્યુ પછી 10 દિવસ સુધી ન આવ્યા મોર –

પન્નુ સપ્ટેમ્બર 2013માં નિવૃત્ત થયા, પરંતુ રાષ્ટ્રીય પક્ષી પ્રત્યેના તેમના સમર્પણ અને પ્રેમને કારણે તેમની સેવા અવધિ લંબાવવામાં આવી હતી. પન્નુ અસ્થમાથી પીડિત હતા અને બીમાર રહેવા લાગ્યા. તેમના અંતિમ સમયમાં પણ તેમને મોરોની સંભાળની ચિંતા હતી. આથી તેમણે આ જવાબદારી તેમના પૌત્ર કાન્હુને સોંપી. શરૂઆતમાં કાન્હુ તેના દાદા પન્નુ સાથે આવતો હતો. જેથી તેના અને પક્ષીઓ વચ્ચે એક આત્મીયતા બંધાઈ જાય.

કાન્હુએ જણાવ્યું કે દાદાના મૃત્યુ પછી 10 દિવસ સુધી મોર ત્યાં ન આવ્યા. તેમ છતાં, તે દરરોજ મોરો માટે અનાજ અને પાણી રાખતા હતા અને રાજા આ…આ…આના અવાજો લગાવતા હતા. 10 દિવસ પછી ત્યાં 25 મોર આવી પહોંચ્યા. આ પછી, મોર સહજ થઇ ગયા અને તેમને દાણા-પાણી આપવું એ કાન્હુની દિનચર્યાનો ભાગ બની ગયું.

મોરના દાણા-પાણી માટે દરરોજ આશરે 500 રૂપિયા ખર્ચ થાય છે. કાન્હુ દિવસમાં બે વાર સવારે 6 થી 8 અને સાંજે 3 થી 5 વાગે મોરને દાણા આપે છે. નોકરી મળતા પહેલા તેમને સરકાર પાસેથી મહિને 2500 રૂપિયા મળતા હતા. જો કે આ પૂરતા ન હતા, તેમ છતાં તેઓએ મોરની સેવા કરવાનું ચાલુ રાખ્યું.

લગભગ છેલ્લાં છ વર્ષથી આ સિલસિલો સતત ચાલી રહ્યો છે. લોકો કહે છે કે પન્નુ પછી, પીકોક વેલીને ફરી એક નવો પીકોક મેન મળી ગયો છે.

આ રીતે પડ્યું વેલીનું નામ પીકોક વેલી –
એક વખતે સાયકલ સવારોની ટીમ અહીં ફાયરિંગ રેન્જમાંથી પસાર થઈ રહી હતી. પન્નુને મોરની વચ્ચે જોઈને તેઓ રોકાઈ ગયા. પહાડની તળેટીમાં વસેલી આ જગ્યાનું નામ, તેમણે પહેલીવાર પીકોક વેલી આપ્યું અને પન્નુનું નામ પીકોક મેન રાખ્યું. ત્યારથી આ નામ પડી ગયું.

સરકારે કાન્હુને હોમગાર્ડ બનાવ્યો છે. તેની પોસ્ટિંગ વેલીમાં જ કરવામાં આવી છે, જેથી તેના દાદાએ શરુ કરેલી આ પહેલ આગળ પણ ચાલુ રહી શકે. બીકોમ પાસ કાન્હુને એક કંપનીને 18 હજારની નોકરીની પણ ઓફર કરી હતી, પરંતુ તેને એ નોકરીની ઓફરને ઠોકર મારી અને મોરની દેખરેખને જ પોતાનું મિશન બનાવી લીધું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App